________________
શ્રી
કુમારપાળ દેસાઈ સાથે મારા સંબંધો ઘણા જૂના છે. શેઠ સી. એન. વ્યાયામ વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક તરીકે અને ત્યારબાદ આચાર્ય તરીકે શ્રી કુમારપાળ દેસાઈને ખૂબ જ નિકટથી જોવાની કેટલીક વાર તક મળી છે. અમારી સંસ્થા શારીરિક શિક્ષણ તથા રમતગમતની હોવાથી ગુજરાતના રમતગમત અંગેના લેખકોની જાણકારી રાખવી અમારા માટે આવશ્યક હતી. બીજી બાજુ ગુજરાતના અત્યંત લોકપ્રિય સમાચા૨પત્ર ‘ગુજરાત સમાચાર'માં કુમારપાળ દેસાઈની ૨મતગમતની કૉલમ ન વાંચનાર ભાગ્યે જ કોઈ રમતપ્રેમી વાચક ગુજરાતમાં હોય.
કુમારપાળભાઈ જૈન ફિલૉસોફીના આંતરરાષ્ટ્રીય વિદ્વાન છે. ફિલોસોફી અને રમતગમતના સંબંધ વિશે વિચારું ત્યારે ૨મતક્ષેત્રના મારા અનુભવમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સુકાની માઇકલ બ્રેઅર્થેનું સ્મરણ થાય છે. તેઓ ફિલૉસોફીના અધ્યાપક હતા અને ઇંગ્લૅન્ડના અગ્રિમ બૅટ્સમેન હતા. રમતજગતની દુનિયામાં લેખનકલા અને ક્રિકેટનો સંગમ નેવિલ કારડસ જેવાનાં લખાણોમાં જોવા મળે છે, પણ સાહિત્યકાર, તત્ત્વચિંતક અને રમતસમીક્ષક એવો ત્રિવેણીસંગમ તો વિશ્વમાં ક્યાંય જોયો નથી. આ બાબતમાં આપણા ડૉ. કુમારપાળ દેસાઈ અદ્વિતીય ગણાય.
મેં ૩૪ વર્ષ સુધી સી.એન.માં સેવાઓ આપી અને આ રીતે પણ મને કુમારપાળ દેસાઈની નિકટ આવવાની તક મળી છે. શેઠ સી. એન. વ્યાયામ
413
રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષક
પી.ડી. શર્મા