________________
ઉદાહરણીય
વિકાસયાત્રા
બળવંતભાઈ શાહ
૧૯૪૨નો ઑગસ્ટ મહિનો એટલે દેશની સ્વતંત્રતા માટેની છેલ્લી લોકક્રાંતિનો સમય. ભારત છોડો અને કરેંગે યા મરેંગેનું આંદોલન દેશભરમાં ફેલાયેલું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના આ ઐતિહાસિક મહિનાની ૩૦મી તારીખે રાણપુરમાં જન્મેલા કુમારપાળને ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક જયભિખ્ખુ’નો સાહિત્યિક અને અસહકારના આંદોલનમાં સક્રિય ભાગ લેનાર માતા જયાબહેનનો સંસ્કારનો વારસો મળ્યો હતો. પિતાના સાહિત્યના સંસ્કાર ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, ગુણવંત આચાર્ય, ‘ધૂમકેતુ’, કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યકારોનું સાંનિધ્ય એમને શૈશવકાળથી જ સાંપડ્યું હતું. માતા જયાબહેન કુમારપાળને ગાંધીજી વિશેનાં અનેક કાવ્યો સંભળાવતાં સંભળાવતાં સંસ્કારનું સિંચન કરતાં કહેતાં કે ‘ગુણદોષથી ભરેલા માનવીના હંમેશાં સારા ગુણો જોવા અને સોનું સારું થાય એવાં કર્મો કરવાં તેમજ હંમેશાં ઉચ્ચ આદર્શને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવો.’ બાપ કરતાં બેટો સવાયો' એ વિધાનને સાર્થક કરવા કુમારપાળે જીવનભર વિવિધ ક્ષેત્રે પ્રયાસ કર્યો છે અને જે ક્ષેત્રમાં ઝંપલાવ્યું તેમાં સિદ્ધિનાં શિખરો સર કરવા માંડ્યાં છે. પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવવા માટે પિતાના આદેશ મુજબ ગુજરાતના અગ્રગણ્ય પત્રકાર વાસુદેવ મહેતા પાસે મહિનાઓ સુધી બેસીને સારા પત્રકાર થવાના પાઠો શીખ્યા છે.
426