________________
બહુમુખી પ્રતિભાસંપન્ન
કટારલેખક
વણાં વર્ષો પહેલાની વાત છે. ઊગતા પ્રભાતની તાજગી અને પ્રફુલ્લતા ધરાવતા એક સુકુમાર નવયુવાને ગુજરાત સમાચારમાં હું ભૂલતો ન હોઉં તો રમતગમત (sports) વિશે લખવાનું શરૂ કર્યું. ત્યારે આ યુવાનને હું તથા અન્ય કેટલાક સંપાદક વિભાગના મિત્રો મુરબ્બી બાલાભાઈ. (જયભિખ્ખના સુપુત્ર તરીકે ઓળખતા હતા. જોકે એ યુવાન પોતાને એક લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારના પુત્ર તરીકે નહિ, પરંતુ ગુજરાતી પત્રકારત્વમાં ખાસ કરીને રમતગમતના ક્ષેત્રના એક ઊંડા અભ્યાસી અને સમીક્ષક તરીકે ઓળખે તેવી અલગ પહેચાન કંડારવા માગતા હતા. આથી જ તેમણે રમતગમત જેવા યુવાનોને પ્રિય એવા વિષયને પસંદ કર્યો. રમતગમતના પોતાના લેખોને તેમણે પોતાની સરસ શૈલીથી અત્યંત રસપ્રદ અને લોકપ્રિય બનાવ્યા અને થોડા જ સમયમાં તેમનું નામ રમતગમતના ક્ષેત્રના એક અચ્છા વિવેચક તરીકે જાણીતું થઈ ગયું. એ વખતે આપણે ત્યાં આવા વિવેચકોની જે ખોટ સાલતી હતી, તે કુમારપાળ દેસાઈએ પૂરી કરી. રમતવીરો અને રમતપ્રેમીઓને આનંદથી પરિતૃપ્ત કર્યા. રમતગમતના આલેખનમાં એક પ્રકારની ગરિમા અને સાહિત્યિક સમૃદ્ધિનો ઉમેરો થયો. બ્રિટનમાં રમતગમતનાં આલેખનોનાં પુસ્તકો – નેવિલ કાર્ડસ જેવા લેખકોના – સાહિત્ય વિભાગમાં જોવા મળે છે. કુમારપાળનો આદર્શ આ હતો અને તેથી આ વિષયના આલેખનમાં છટા, માર્મિક રજૂઆત, પ્રમાણિકતા અને કોઈ ગોસિપમાં સર્યા વિના હકીકત દર્શાવવાની એમની આલેખનપદ્ધતિ જોવા મળી. ગુજરાત સમાચારમાં
મહેશ ઠાકર
430