________________
અનેકવિધ પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા ડૉ. કુમારપાળ વ્યક્તિમાંય વ્યક્તિ નહિ, પણ વિવિધસભર પ્રતિભાને કારણે સંસ્થા બની ગયા છે. આમ છતાંય તેઓ સમાજસેવામાં પણ એટલા જ સક્રિય છે. ગુજરાતના ભીષણ ભૂકંપ વખતે ભૂકંપગ્રસ્તો માટે એમણે પંદર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી હતી.
આ બધી પ્રવૃત્તિઓમાં ગુજરાત વિશ્વકોશ'ની પ્રવૃત્તિ ગુજરાતભરમાં યાદગાર બની રહેશે. એ સંસ્થા તરફથી અત્યારસુધીમાં ૧૮ ગ્રંથો બહાર પડ્યા છે.
આમ બાળકોના વહાલસોયા બાળસાહિત્યસર્જક, હજારો વાચકોના લોકપ્રિય કટારલેખક, વિદ્યાર્થીઓના આદરપાત્ર અધ્યાપક, ધર્મનિષ્ઠ, શ્રોતાજનોના વિદ્વાન વ્યાખ્યાતા, સર્જક, સમાજસેવક, સંશોધક, સંપાદક ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતની એક આગવી પ્રતિભા છે.
429 બળવંતભાઈ શાહ