________________
ઓળખ', પારિજાતનો પરિસંવાદ, રમતગમતની કૉલમ તેમજ નડિયાદના ગુજરાત ટાઇમ્સમાં પાંદડું અને પિરામિડ જેવી લોકપ્રિય કૉલમો નિયમિત પ્રસિદ્ધ થાય છે. એમની ૨૭ વર્ષની વયે પિતાજીનો દેહાંત થયો ત્યારે પિતાનાં ૩૦૦ પુસ્તકોમાંથી માત્ર રૂ. ૩૫૦ની મૂડી નીકળી હતી. જયભિખ્ખએ ૧૯૫રથી શરૂ કરેલી ઈંટ અને ઇમારત' કૉલમ અત્યંત લોકપ્રિય બની હતી. એમના અવસાન પછી શ્રી શાંતિભાઈ શાહે કુમારપાળને જ આ કૉલમ ચાલુ રાખવા આગ્રહ કરેલો, ખચકાતા ખચકાતા કુમારપાળે આ કૉલમ ચાલુ રાખી. આમ લગભગ ૫૦ વર્ષ ઉપરાંતના સમયથી પિતા-પુત્ર દ્વારા નિયમિત રીતે લખાતી રહેલી આ કૉલમ આજે પણ એના હજારો વાચકોમાં લોકપ્રિય બની રહી છે. એક માત્ર કુમારપાળ દેસાઈની જ આટલી બધી કૉલમો ગુજરાત સમાચારમાં નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે. છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ એક અધ્યાપક તરીકે પત્રકારત્વની કૉલેજો સાથે સંકળાયેલા છે. ગુજરાતી વિશ્વકોશના પત્રકારત્વ વિભાગના સંપાદક છે. “અખબારી લેખન અને સાહિત્ય અને પત્રકારત્વ વિશે એમણે બે પુસ્તકો પણ લખ્યાં છે. પત્રકારત્વ ક્ષેત્રે એમના વિશિષ્ટ પ્રદાન માટે એમને નવચેતન રોપ્ય ચંદ્રક, શ્રી યજ્ઞેશ હ. શુક્લ પારિતોષિક, નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર, ગુજરાત અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિૐ આશ્રમ એવોર્ડ અને સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત થયાં છે.
રમતગમત અંગેની એમની કૉલમ પણ ખૂબ જ લોકપ્રિય બની છે. ક્રિકેટ રમતા શીખો ભાગ-૧, ર પુસ્તકની દોઢ લાખ જેટલી નકલો વેચાયેલી. ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ ક્રિકેટર મેગેઝીન ક્લબનું માનાઈ સભ્યપદ એમને મળ્યું હતું. રમતગમત વિશે પણ એમણે ૩૦૦થી વધુ વ્યાખ્યાનો આપ્યાં છે. સુરત શહેર પત્રકાર નિધિએ એમને બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો એવોર્ડ એનાયત
કર્યો છે.
જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના તેઓ ઊંડા અભ્યાસી હોવાથી ૧૯૯૪થી ડૉ. કુમારપાળ દરેક વર્ષે વિદેશોમાં વ્યાખ્યાનો આપે છે. એમણે અમેરિકા, ઇંગ્લેન્ડ, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, દુબાઈ, મસ્કત જેવા દેશોમાં ખાસ કરીને જેનદર્શન વિશે અભ્યાસપૂર્ણ પ્રવચનો કર્યા છે. તેમાં ખાસ કરીને એમનાં પર્યુષણ પ્રવચનોનો લાભ દેશવિદેશોમાં હજારો લોકોએ લીધો છે. ઇંગ્લેન્ડમાં ૧૪ ભારતીય સંસ્થાઓએ એમને ‘હેમચંદ્રાચાર્ય એવોર્ડ આપ્યો હતો. જેને સાહિત્યનાં સંશોધન અને દર્શન અંગેની એમની વિદ્વત્તાને કારણે દેશપરદેશમાં એમને અનેક એવોર્ડ મળ્યા છે. તેમણે શાકાહાર અને અહિંસા વિશે પ્રવચનો કર્યા છે, લેખો લખ્યા છે અને પુસ્તકો પણ લખ્યાં છે.
428 વ્યક્તિત્વની વિકાસયાત્રા