________________
છ દાયકા ઉપરાંતની વિકાસયાત્રા દરમ્યાન ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, પત્રકારત્વ, રમતગમત, ધર્મદર્શન જેવા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરતા રહ્યા છે. એમની આવી યશસ્વી કારકિર્દી અને વિવિધ ક્ષેત્રોમાંની સેવાઓની કદર રૂપે ભારત સરકારે એમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો છે. ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે આવું સન્માન મેળવનાર બહુ ઓછી વ્યક્તિઓ છે.
સાહિત્યના સંસ્કારનું સિંચન નાનપણથી જ થયેલું હોવાથી કુમારપાળે ૧૧ વર્ષની વયે એક ક્રાન્તિવીરની કથાથી લેખનનો આરંભ કર્યો હતો. કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન ‘વતન, તારાં રતન નામનું એમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું હતું. બાળસાહિત્ય, નવશિક્ષિતો માટેનું સાહિત્ય, ચિંતનાત્મક સાહિત્ય, વાર્તાસંગ્રહ, અનુવાદ, સંપાદન, વિવેચન, સંશોધન જેવા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો ઉપરાંત જૈન ધર્મ વિષે અંગ્રેજી પુસ્તકો પણ એમણે લખ્યાં છે. લાલબહાદુર શાસ્ત્રીના જીવનચરિત્ર વિશે એમણે લખેલા “લાલ ગુલાબ' પુસ્તકની ૬૦ હજાર નકલ વેચાઈ હતી. આમ વિપુલ સાહિત્યસર્જન ઉપરાંત એમણે ૧૫૦ ઉપરાંત સાહિત્ય વિશેનાં મહત્ત્વનાં વ્યાખ્યાનો આપ્યાં છે તેમાં મુખ્યત્વે કરીને નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન જેનૉલોજીમાં સંશોધનપત્રનું વાચન, લંડનમાં “આધુનિક ગુજરાતી સાહિત્યની ગતિવિધિ તેમજ માતૃભાષાના શિક્ષણની સમસ્યા'; “પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં હ્યુમન રાઇટ્સ એન્ડ જેનિઝમ'; દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સમાં વક્તવ્ય, અમેરિકામાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ચૅરી હિલનાં પ્રવચનોનો સમાવેશ થાય છે. એમની સાહિત્યની સેવાઓ માટે એમને અનેક સાહિત્યિક પારિતોષિકો મળ્યાં છે. તેમાં ખાસ કરીને એમના બાળસાહિત્ય અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારનાં પારિતોષિકો, રાજસ્થાન લોકસંસ્કૃતિ મંડળ દ્વારા હનુમાનપ્રસાદ ગોલ્ડ મેડલ, ગુજરાત સાહિત્ય સભા દ્વારા સાહિત્યસર્જન માટે શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે.
સાહિત્યની અનેક સંસ્થાઓને એમણે એમની સેવાઓ આપેલી છે. ગુજરાત સાહિત્ય પરિષદના મંત્રી, એની કાર્યવાહક સમિતિના સભ્ય, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, પ્રા. અનંતરાય રાવલ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના મંત્રી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
સાહિત્યસર્જનની સાથે સાથે કુમારપાળે પત્રકારત્વના ક્ષેત્રે પણ વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ગુજરાત સમાચારમાં એમની કૉલમો “ઈંટ અને ઇમારત', “ઝાકળ બન્યું મોતી’, ‘આકાશની
| 427 બળવંતભાઈ શાહ