________________
hat..
પ
કરવા પર ભાર
અકલ્પનીય પરિશ્રમના સ્વામી
કોઈ પણ ક્ષેત્રમાં પરિશ્રમ અને પ્રારબ્ધના સથવારે જ લાંબો સમય સુધી સફળતા મેળવી શકાતી હોય છે. પરંતુ કેટલીક અપવાદરૂપ વ્યક્તિઓ માત્ર અને માત્ર પરિશ્રમના સથવારે અભૂતપૂર્વ સફળતાઓ અંકે કરી જાય છે અને આ શ્રેણીમાં આવે છે મારા વડીલ મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈ !
ડૉ. કુમારપાળે હંમેશાં અથાગ પરિશ્રમ અને મક્કમ નિર્ધારના સથવારે અવનવાં શિખરો સર કર્યા જ છે. અરે, વધતી જતી ઉમર પણ તેમની આ નિતનવી સફળતાઓમાં બાધારૂપ બની નથી શકી એ એમનું સદ્ભાગ્ય !
સ્વાભિમાની ડૉ. કુમારપાળ દેસાઈએ બાળસાહિત્યસર્જનથી માંડીને જૈન સાહિત્યનો અભ્યાસ, સર્જક, સંશોધક, વિવેચક, લેખક સંપાદક, કૉલેજ-પ્રાધ્યાપક તેમજ ડીન તરીકે ઉલ્લેખનીય સફળતા મેળવી છે. પર્યુષણ પર્વ નિમિત્તે યોજાતાં વ્યાખ્યાનો સંદર્ભે તો તેઓને આપણે ક્રિકેટીય ભાષામાં સર ડોન બ્રેડમેન સાથે જ સરખાવી શકીએ. દેશ-વિદેશોમાં તેઓએ આ સંબંધે આપેલાં વ્યાખ્યાનોની ભરપૂર પ્રશંસા થઈ છે.
હું મૂળે રહ્યો રમતજીવ એટલે બાળપણથી જ રમતગમતના લેખો વાંચવાનો ઇચ્છુક - પરંતુ આપણા ગુજરાતીઓના કમનસીબે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સ્તરીય રમતગમત સમીક્ષકો આપણને સાંપડ્યા છે જેમાં ડૉ. કુમારપાળ ટોચના સ્થાને બિરાજે છે. વર્ષોથી – અરે દશકાઓથી
417
કી દૂઘવાળા