________________
તેમની અનેક કૉલમો નિયમિત ચાલે છે. આટલી બધી પ્રસિદ્ધિ મળ્યા પછી પૈસા માટે કે બીજા કોઈ પણ પ્રલોભનથી તેમણે બીજે ક્યાંય લખવાનું સ્વીકાર્યું નથી.
સદાય હસમુખ ચહેરો અને સરળ સ્વભાવ ધરાવતાં પ્રતિમાબહેને કુમારપાળભાઈ બહારના કામમાં વ્યસ્ત હોય ત્યારે દરેક સામાજિક તથા ઘરની જવાબદારીઓ સંભાળી છે. મારા ખ્યાલ મુજબ વ્યવહારિક જવાબદારીમાં તેઓ ક્યારેય ચૂક્યા નથી. પરિણામે કુમારપાળભાઈ પોતાનું કાર્ય વધુ ગંભીરતાથી કરી શક્યા.
એક વિલક્ષણ ઘટના એ છે કે ૧૯૮૦માં કુમારપાળભાઈને ઑલ ઇન્ડિયા જેસીસ દ્વારા દેશભરની દસ યુવા પ્રતિભાઓને “ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા'નો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો, તેમાં આ દેશની દસ યુવા પ્રતિભા પૈકી એક ભારતના સુકાની અને સંગીન ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવસ્કર પણ હતા. જ્યારે કુમારપાળભાઈને પદ્મશ્રી મળ્યો, ત્યારે એ સમયે પદ્મશ્રી' પ્રાપ્ત કરનારની હરોળમાં ભારતીય ટેસ્ટટીમના સુકાની સૌરવ ગાંગુલી અને સંગીન બેટ્સમેન અને ઉપસુકાની રાહુલ દ્રવિડ પણ આ એવૉર્ડ સ્વીકારવા ઉપસ્થિત હતા.
કુમારપાળભાઈને મળેલા પદ્મશ્રીના આ એવૉર્ડ અંગે તેમને મંજિલ મળી ગઈ એવું માનવાની ભૂલ કોઈ ન કરે. આ તે મંજિલે પહોંચવા અગાઉનો પડાવ છે. મંજિલ તો હજુ ઘણી દૂર છે. હજુ તો તેમને ઘણા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળવાના બાકી છે. તેઓની કામ માટેની લગન અને નિષ્ઠા જોતાં કુમારપાળભાઈને માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી જ પ્રભુ તેમને આ કાર્ય કરવા માટે સ્વસ્થ દીર્ધાયુ આપે એ જ અભ્યર્થના.
રમતસમીક્ષક અને ક્રિકેટનાં પુસ્તકોના લેખક
423 જગદીશભાઈ શાહ