________________
જે કંઈ કાર્ય કરીએ તે સંપૂર્ણ નિષ્ઠાથી કરીએ તે બાબત પણ કુમારપાળના વ્યક્તિત્વની વિશેષતા ગણાય. તો જ કોઈ એક વ્યક્તિ આટલી બધી જવાબદારીઓ એકીસાથે નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી શકે છે. ઉત્તમ લેખક ઉપરાંત કુમારપાળ દેસાઈ સમર્થ વક્તા પણ છે. પોતાની વાત સહજ અને સીધી રીતે શ્રોતાઓને પહોંચાડવી એ કોઈ સરળ વાત નથી. ખૂબ જ ઓછા લોકો પાસે આ જાતની કળા હોય છે. આ રીતે કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વમાં રહેલી બધી બાબતો એમને લોકપ્રિય બનાવે છે અને તેથી જ જ્યારે તેઓને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો એવૉર્ડ એનાયત થયો ત્યારે બધાયને એમ લાગ્યું કે તેમના કોઈ સ્વજનને આ એવૉર્ડ મળ્યો હોય. આ જાતનું વ્યક્તિત્વ અને વિરલ વ્યક્તિઓમાં જ જોવા મળ્યું છે.
સાચા અર્થમાં તો કુમારપાળ દેસાઈ જન્મથી લેખક છે, કારણ કે તેમના પિતાશ્રી જયભિખ્ખું ગુજરાતના મહાન લેખક હતા. ગુજરાતી ભાષામાં સાહિત્યકાર તરીકે કુમારપાળ દેસાઈની ગણના મહત્ત્વના લેખકોમાં ગણાશે, એમાં તો કોઈ બે મત નથી. પરંતુ રમતગમતના લેખક તરીકે એમની છાપ રાષ્ટ્રકક્ષાના કોઈ પણ રમતગમતના લેખકથી ઓછી નથી.
જ્યારે ગુજરાતમાં ગુજરાતીમાં રમતગમત ક્ષેત્રે લખનાર લેખકોની ખૂબ જ અછત છે, ત્યારે કુમારપાળ દેસાઈ જેવા સિદ્ધહસ્ત લેખકે રમતગમત ક્ષેત્રે પદાર્પણ કરીને રમતગમત ક્ષેત્રની મહાન સેવા કરી છે.
એમ તો કુમારપાળ દેસાઈ રમતગમતના દરેક વિષયનું જ્ઞાન ધરાવે છે તથા દરેક વિષય પર લખતા પણ હોય છે, છતાં પણ ‘ક્રિકેટ' એમનો પ્રિય વિષય છે. કુમારપાળભાઈ રમતગમતની કોઈ પણ સંસ્થા સાથે સીધી રીતે જોડાયેલા ન હોવાથી તેઓ નિઃસંકોચ તેમજ વિવેચનાત્મક રીતે સાચી બાબતો લખતા હોય છે, જે વાચકોને ખૂબ જ ગમતી હોય છે. કુમારપાળ દેસાઈ પાસે રમતગમત અંગેનું અજોડ સાહિત્ય છે અને તેથી જ તેઓ સચોટ માહિતી આપી શકે છે, જ્યારે પણ કુમારપાળભાઈ વિદેશના પ્રવાસે જાય છે ત્યારે તે દેશનાં મેદાનો, રમતગમતની સુવિધાઓ, રમતગમતના અધિકારીઓ, આયોજકો અને ખેલાડીઓને અચૂક મળે છે, એટલું જ નહિ પણ તે અંગેની વિગતો પણ ગુજરાત સમાચાર'માં લખી સામાન્ય પ્રજાને પહોંચાડતા હોય છે.
ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી તેમજ તેના રમતગમત વિભાગના સંપાદક હોવાથી ગુજરાતી વિશ્વકોશમાં રમતગમતની ટૂંકી તથા સચોટ માહિતી તેમના સંપાદન હેઠળ અત્યાર સુધી પ્રકાશિત થઈ છે. ગુજરાતી વિશ્વકોશમાં પ્રથમ ખંડથી જ મારી પસંદગી તેઓએ કરી છે તેથી ગુજરાતી વિશ્વકોશના દરેક ખંડમાં રમતગમતનાં અધિકરણો લખવાની મને તક મળી છે અને આ રીતે એમની નિકટ આવવાની પણ મને તક મળી છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે “ભારત વિશે
4ls
પી. ડી. શર્મા