________________
ગ્રંથ પ્રકાશિત કર્યો, તેમાં પણ મને ‘રમતગમત અને યુવાપ્રવૃત્તિ વિશે લખવાની તક મળી અને ત્યારે હું કુમારપાળ દેસાઈની લેખનકળાને ખૂબ જ નજીકથી જોઈ શક્યો.
આ રીતે રમતગમત ક્ષેત્રે કુમારપાળ દેસાઈનો ફાળો ફક્ત ગુજરાતમાં જ નહિ, પરંતુ ભારતમાં અજોડ અને અનોખો ગણાય. અંતે, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે કુમારપાળ દેસાઈને રમતગમત ક્ષેત્રે વધુ લખવાની પ્રેરણા તથા શક્તિ આપે અને ગુજરાત તથા દેશનું રમતગમતનું સાહિત્ય વધુ સમૃદ્ધ બને. આવા વિરલ અને બહુમુખી પ્રતિભા ધરાવતા લેખકને નમન કરું છું. ૨૦૦૪ના પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને એમની રાષ્ટ્રીય યોગદાન ધરાવતી ઉત્કૃષ્ટ સેવા બદલ પદ્મશ્રી’નો ગૌરવવંતો એવોર્ડ એનાયત થયો તેથી આનંદ અનુભવું છું. ભવિષ્યમાં ભારતરત્ન સુધીનો એવોર્ડ પ્રાપ્ત કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
પૂર્વ અધ્યાપક, ચી. ન. વ્યાયામ વિદ્યાભવન અને રમતગમત વિષયના ગ્રંથલેખક
416 રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષક