________________
એમના મેધાવી, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની છાપ કોઈ પણ સંજોગોમાં ભૂંસાય તેમ નથી. તેમની મહાનતા, વિવેકશીલતા, ઉદાત્તતા અને સૌજન્યને તેમના પરિચયમાં આવેલા લેખક ક્યારેય ભૂલી શકે તેમ નથી.
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા અને રમતગમતમાં ભારે નામના મેળવ્યા બાદ ધર્મદર્શનક્ષેત્રે તેમણે દેશ-વિદેશમાં પોતાના જૈન ધર્મ સંબંધોનાં ભાષણોથી નામ ગુંજતું કર્યું, છતાં મિત્રોને ભૂલ્યા નહોતા. ૧૯૯૪માં અમદાવાદના નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા “સંસ્કૃતિગૌરવ એવૉર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ ત્યારે મોટા મનથી તેમણે મારા નામની ભલામણ કરી હતી. આ જ એમના હૃદયની વિશાળતા બતાવે છે.
આવા મહાન પુરુષ અને વિદ્વાન સાહિત્યકાર, પત્રકાર, લેખક, સમાજસેવક, ધર્મતજ્ઞ ડો. કુમારપાળ દેસાઈને ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી'ના ખિતાબથી નવાજવામાં આવ્યા - એ ગુજરાત માટે, સમગ્ર રમતજગત માટે અને સહુ કોઈને માટે ગૌરવની બાબત છે.
રમત-સમીક્ષક અને ક્રિકેટ-લેખક
412
મેધાવી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી રમતસમીક્ષક