________________
લેખનકાર્યને વ્યવસ્થિત મઠારવામાં મદદ કરવા લાગ્યો. કુમારપાળ દેસાઈની સમૃદ્ધ લાયબ્રેરી, અત્યંત વ્યવસ્થિત લખાણ, લેખની પ્રત જરાયે વળે નહીં તેની ચીવટ વગેરેથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો.
કુમારપાળ દેસાઈએ રમતગમત તથા અન્ય વિષયોનાં મોટા કદનાં કવર તૈયાર કર્યા હતાં. દરેક કવર પર મોટા અક્ષરોમાં નંબર, રમતનો પ્રકાર, ખેલાડીનું નામ વગેરે લખેલાં હતાં અને એક કબાટમાં ક્રમ મુજબ વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. એ જ કબાટના બારણાની પાછળ કબાટમાંનાં કવરોની ક્રમિક યાદી લગાવેલી હતી. બીજા કબાટમાં, કવરના વિષય અને ખેલાડીઓના મુદ્રણ માટેના ફોટો-બ્લૉક્સ ગોઠવેલા હતા. તે પણ કવરમાં વ્યવસ્થિત ગોઠવેલા હતા. દરેક રમતખેલાડીના ક્રમ તેમના ફોટો-બ્લોક પર લખેલા હતા.
કુમારપાળભાઈની આ વિશિષ્ટ પદ્ધતિ અને વ્યવસ્થા કોઈના માટે પણ એટલી સુવિધાભરી હતી કે કોઈ પણ ખેલાડી કે રમત વિશેની માહિતી પળવારમાં મળી જતી. માનો કે ડૉન બ્રેડમેનના માહિતી-કવરનો નંબર ૧૦ હોય, તો તેમના બ્લૉક્સ ગોઠવેલા કવરનો નંબર પણ ૧૦ જ હોય. આ સંદર્ભ-વ્યવસ્થા અનુકરણીય હતી.
તેમના રોજબરોજ છપાતા લેખોના કટિંગ્સ (કતરણો) પર રોજેરોજ વ્યવસ્થિત નોંધ એટલે કે અખબારનું નામ, વિભાગ, છપાયાની તારીખ સાથે ફાઈલ કરવામાં આવતી. તેમને ત્યાં આવતાં ઢગલાબંધ અખબારોમાં પ્રસિદ્ધ ઉપયોગી માહિતીના કટિંગ્સ જે તે વિષયના કવરોમાં મૂકવામાં આવતાં સમૃદ્ધ સંદર્ભના ઉપયોગના કારણે કુમારપાળ દેસાઈના લેખો સમૃદ્ધ માહિતીસભર બનતા. ખૂબ ઝીણી ઝીણી નોંધો તેઓ કરતા. જે લેખ તૈયાર કરતી વખતે અતિ ઉપયોગી થઈ પડતી.
કુમારપાળ દેસાઈ લેખન માટે નિશ્ચિત માપના, લીટીવાળા કાગળોનો ઉપયોગ કરતા. કાગળ પર હાંસિયો ખાસ રહેતો. લેખ તૈયાર થયા બાદ, એક વાર વાંચી જતા. કોઈ ક્ષતિ કે હકીકતદોષ રહ્યો નથી ને ? તેની ખાસ કાળજી લેતા.
લેખ તૈયાર થયા બાદ, કાગળોના માપથી મોટું કવર લઈ, કવર પર કયા અખબારને મોકલવાનું છે તેનું નામ-સરનામું લખી, આખી સ્ક્રિપ્ટ અંદર સીધી સરકાવીને, બરોબર કવર બંધ કરીને મોકલતા. તેમની અખબારી સ્ક્રિપ્ટ ક્યારેય મેં વળેલી કે ગડી વાળેલી જોઈ નથી.
રમતગમતના લેખો લખતી વખતે ભાષાશૈલી બાબતે તેઓ ખૂબ ચીવટ રાખતા. ક્રિકેટની રમત વિશે તેમના કેટલાક પારિભાષિક શબ્દો “કાંડાઓનું કસાયેલું કૌવત અને અન્ય એટલા લોકપ્રિય બન્યા હતા કે અન્ય રમતગમત-લેખકો પણ એ જ શબ્દોનો તેમના લેખોમાં પ્રયોગ કરવા લાગ્યા હતા.
410 મેધાવી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી રમતસમીક્ષક