________________
વર્તમાનપત્રોમાં નિયમિત રીતે અનેક લખાણો રજૂ થતાં જ રહ્યાં છે. દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં “ઈંટ અને ઇમારતમાં વિવિધ પાસાંઓ સ્પર્શતા પ્રસંગો લખતા આવ્યા છે. અગાઉ કુમારપાળના પિતાશ્રી જયભિખુ આ કૉલમ લખતા. તેઓશ્રીનું અવસાન થતાં કુમારપાળે એટલી જ કાર્યક્ષમતાથી ઇંટ અને ઇમારત ચાલુ રાખી ગુજરાત સમાચારને ઊજળું બનાવ્યું છે. સાથે સાથે પોતાનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવવા ક્રિકેટ અને બીજા ક્ષેત્રે પણ કાર્ય કરતા આવ્યા છે.
વિદેશના છવ્વીસેક વખત હેતુલક્ષી પ્રવાસો પણ કર્યા છે અને પોતાની પ્રતિષ્ઠા વધારી છે. આ પુરવાર કરે છે કે પૂજ્ય રાગી, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે – આ સર્વ પ્રવૃત્તિઓમાંથી તેઓના જૈન ધર્મ અને દર્શન અંગે ઊંડી સમજણ અને સૂઝ દેખાઈ આવે છે.
તઉપરાંત વિવિધ સંસ્થાઓમાં સલાહકાર, ટ્રસ્ટી, મંત્રી, સ્થાપક સભ્ય તેમજ અનેક સંસ્થાઓની કમિટીમાં આજીવન સલાહકાર સભ્ય પણ છે. કુમારપાળને અત્યાર સુધીમાં સાહિત્યસંશોધનને લગતાં ૧૪ પારિતોષિકો ઉપરાંત ૩૨ ઉચ્ચ કોટિના એવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓને ભારત સરકારે ૨૦૦૪નો ‘પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો, પણ આટલું મોડું કેમ? સાહિત્યક્ષેત્રે ૧૦૪ કૃતિઓ પ્રગટ થઈ છે તેમાં આશરે ૧૮ જેટલી અંગ્રેજી ભાષામાં છે. પીએચ.ડી.ના અનેક વિદ્યાર્થીઓને તેમણે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમના લેખોમાં બાળસાહિત્ય, ચરિત્રચિત્રણ અને ચિંતનાત્મક લેખો મુખ્ય વિષય રહ્યા છે.
૪૫ વર્ષનો વિશિષ્ટ પ્રકારનો સહવાસ હોય એટલે ઘણું બધું કહેવાનું લખવાનું હોય – પણ દરેક બાબતની મર્યાદા હોય. છેલ્લે એક વાક્ય લખીશઃ “A friend is the best psychologist” હું મનોવિજ્ઞાનનો અભ્યાસી છું. કુમારપાળ દેસાઈ ઉત્તમ મનોવૈજ્ઞાનિક છે તે મને સાદશ્ય છે.
જગતને દરેક તબક્કે આવી વ્યક્તિઓની જરૂર સતત રીતે હોય છે. પરમકૃપાળુ પરમાત્માએ માનવજીવન પર ઉપકાર કરવો હોય તો કુમારપાળ દેસાઈને અને તેમની કક્ષાની અન્ય વ્યક્તિઓને સદાકાળ સક્રિય રીતે આરોગ્યપૂર્ણ જીવન અર્પે.
389 મનોજ જાની