________________
સંસ્થામાં કોઈ હોદો પણ સ્વીકાર્યો નથી. સ્પોટ્સ જર્નાલિઝમમાં એમણે સોહાદ જાળવ્યું છે. દરેકને સાથે રાખીને કામ કરવાની તેમની ખૂબી ઓર છે. નવા અને ઊગતા લેખકને પ્રોત્સાહન આપવાનું હોય તો કુમારપાળભાઈ હંમેશાં તૈયાર રહેતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ૧૯૭૯-૮૦ની ટેસ્ટ શ્રેણીની સમીક્ષા કરતું ગ્લોરિયસ બેટલ’ નામનું અંગ્રેજી પુસ્તક લખવાની પ્રેરણા અને કુમારપાળભાઈએ જ આપી હતી. જરૂર પડ્યું સૂચન કરતા અને કાર્ય સરસ રીતે પૂરું થાય તે તેઓ જોતા. મારા આ પ્રથમ પુસ્તકની પ્રશંસા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર કીથ મિલરે કરી છે. બીબીસીના કોમેન્ટેટર જોન આઊંટે આ પુસ્તકની સમીક્ષા ઇંગ્લેન્ડથી પ્રસિદ્ધ થતા વિઝડન–૮૩માં કરી છે. આ પુસ્તક લૉફ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડની લાઇબ્રેરીમાં સ્થાન પામ્યું છે. કુમારપાળભાઈએ લેખન, પ્રવચન અને અખબાર દ્વારા રમતગમતને ખૂબ લોકપ્રિયતા બક્ષી છે.
આમ નીડર, નિષ્પક્ષ અને પોતાની આગવી શૈલીથી રજૂ કરવામાં આવેલ તેમનાં લખાણ તેમજ હંમેશાં નવા લેખકને પ્રોત્સાહન પૂરું પાડનાર અને દરેકને સાથે રાખીને કામ કરવાની તેમની કાર્યશૈલી ઘણાં વર્ષો સુધી ચાલુ છે. ખરેખર, ભારત સરકારે તેમને એનાયત કરેલ ‘પદ્મશ્રી'નો એવૉર્ડ એક વ્યક્તિને નહિ પણ સચ્ચાઈ, હિંમત અને પ્રમાણિકતા દ્વારા કરેલા કાર્યને મળ્યો છે. એક ગુજરાતી તરીકે હું ગર્વની લાગણી અનુભવું છું.
રમત-સમીક્ષક અને રાષ્ટ્રીય કક્ષાના કોમેન્ટેટર
407 સુધીર તલાટી