________________
કાર્યક્રમો તૈયાર કરે છે. પીજ માટેના કાર્યક્રમો નિષ્ણાતોની સલાહ લઈ તૈયાર થતા અને એનું નિર્માણ પણ એટલી જ કાળજીપૂર્વક થતું. લોકોનો – પ્રેક્ષકોનો પ્રતિભાવ જાણવા કાર્યક્રમની રજૂઆત વેળા તથા પછી બૅટરીથી ચાલતા નાના વિડિયો રેકોર્ડિંગ માટે અમદાવાદથી પીજનાં ગામડાંઓમાં નિર્માતાઓ જતા.
પણ સંશોધન પરથી એવું ફલિત થયું કે પ્રેક્ષકોને મનોરંજનની પણ જરૂર છે. મનોરંજન માટે ચિત્રપટ કે ચિત્રપટનાં ગીતો મૂકવાનો કોઈ અર્થ નહોતો, કારણ કે શૈક્ષણિક ધ્યેયમાં એ બેસતું નહોતું. ત્યારે રમતગમતોનું પ્રસારણ થતું પણ તે જૂજ પ્રમાણમાં
ક્રિકેટની રમત પરદેશી હોવા છતાં ભારતમાં શહેર કે ગામડામાં લોકપ્રિય છે એ જાણીતું છે, તેથી બીજી રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય રમતોની વિડિયો મંગાવીને એ વિડિયો પીજ ટ્રાન્સમિટર પરથી વહેતી મૂકવાનો અમે નિર્ણય કર્યો. સ્વાભાવિક રીતે જ આવી મેચોની કોમેન્ટ્રીનું બયાન અંગ્રેજી અથવા હિંદીમાં જ હોય. પણ ખેડા જિલ્લામાં જે ગામડાંઓમાં ટીવી હતાં ત્યાં અંગ્રેજી તો ક્યાંથી સમજાય ? વળી અમારા સંશોધનથી એવું પણ તારણ નીકળ્યું હતું કે ગુજરાતનાં ગામોમાં હિંદી પણ સ્વીકાર્ય નહોતી.
ક્રિકેટની વિડિયો મંગાવવામાં આવી. ચિત્રાંકિત થઈ ચૂકેલી મૅચના પ્રસારણ વેળા ગુજરાતીમાં સમજ આપવી પડે. આ સમજ કોમેન્ટ્રી–આંખે દેખ્યા અહેવાલ–ના સ્વરૂપમાં આપવામાં આવે તો જ યથાયોગ્ય ગણાય. પ્રેક્ષકોને વધુ રસ પડે. આ કામ માટે લાયક વ્યક્તિ મળે ખરી? એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે બૉલિંગ તથા બૅટિંગની કરામતોથી પરિચિત હોય – ખેલાડીઓ વિષે પૂરતી માહિતી હોય અને વિડિયો જોતાં જોતાં આંખે દેખ્યો અહેવાલ આપતા હોય એ રીતે ગુજરાતીમાં એનું વર્ણન કરી શકે.
તે વખતે ગુજરાતભરમાં આવી વ્યક્તિ એક જ હતી – કુમારપાળ દેસાઈ. રમતગમત વિષેના એમના લેખો અખબારમાં છપાતા. ત્યાર પછી તો ક્રિકેટર અંશુમાન ગાયકવાડના પ્રમુખપદે એમને ખેલ પત્રકાર તરીકેનો એવૉર્ડ પણ અર્પણ થયેલો.
સદાય હસતા, સૌને મદદરૂપ થવા તૈયાર એવા કુમારપાળે અમને હા પાડી. અમારા આમંત્રણને સ્વીકાર્યું. આમ જુઓ તો અમારે માટે તેમજ તેમને માટે પણ આ પ્રથમ પ્રયાસ હતો. એમનું ક્રિકેટ વિશેનું જ્ઞાન કોઈ એક મેચ પૂરતું મર્યાદિત નહોતું. વિશ્વભરમાં રમાતી મેચોના અહેવાલ વાંચી એ માહિતગાર રહેતા. એ સમયે બીજા દેશોમાં થતું ટીવી પ્રસારણ અહીં દેખાતું નહીં, કારણ કે ઉપગ્રહ કે કેબલની સગવડ નહોતી.
મેચની વિડિયો કુમારપાળભાઈને દિવસ દરમ્યાન બતાવાતી. એની તેઓ થોડીક નોંધ કરી લેતા અને પછી સાંજે મેચના પ્રસારણ ટાણે એમની પ્રતિભા ઝળકતી. મૅચ જાણે એમની સમક્ષ
399 અરુણ શ્રોફ