________________
ચંદ્રવદન મહેતા મારા મામા, ધીરુભાઈ ઠાકરના મિત્ર અને કુમારપાળભાઈના આદરપાત્ર વ્યક્તિ. આથી અમે સાથે મળીને ચંદ્રવદન મહેતા સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરી. એના દ્વારા શ્રી ચંદ્રવદન મહેતા એવોર્ડ આપીએ છીએ. આમાં કુમારપાળભાઈનો મજબૂત સાથ મળ્યો. એમણે ચંદ્રવદનભાઈનાં પુસ્તકો એકઠાં કર્યા, સૂચિ બનાવી, લેખો મેળવ્યા, અરે ! એમનો ‘પદ્મશ્રી'નો ચંદ્રક અને ઝભો પણ જાળવી રાખ્યા. આ છે કુમારપાળભાઈનાં ખંત અને ચીવટ.
વક્તા તરીકે ભારતભરમાં એ વ્યાખ્યાનો આપે છે. યુરોપ કે અમેરિકામાં પણ એમની વક્નત્વશક્તિ અને ઊંડાણને કારણે આમંત્રિત થાય છે. એમના વક્તવ્યમાં જે ચિંતન અને અભ્યાસ છે તે એમને એક ઉચ્ચ કોટિના માનવ બનવા પ્રેરે છે.
‘પદ્મશ્રી આપીને સરકારે એમનું ગૌરવ તો વધાર્યું છે પણ વિશેષ તો સરકારે પોતાનું અને આ એવૉર્ડનું ગૌરવ વધાર્યું છે.
દૂરદર્શન કેન્દ્રના ભૂતપૂર્વ નિયામક અને સમૂહમાધ્યમોના નિષ્ણાત
401 અરુણ શ્રોફ