________________
સિગા છે "
આદર્શ અને અસાધારણ આરાઘનામૂર્તિ
૧૯૬૪-૬૫ની ક્રિકેટ મોસમમાં માઇક સ્મિથની એમ.સી.સી. ટીમ (એ વખતે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વિદેશના પ્રવાસમાં એમ.સી.સી. ટીમ તરીકે ઓળખાતી હતી.) ભારતના સત્તાવાર પ્રવાસે આવી હતી. એમ.સી.સી.ની ટીમ અને વેસ્ટઝોન વચ્ચેની ત્રણ દિવસની મેચ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પર રમાવાની હતી. મુંબઈથી ઇન્ડિયન નેશનલ પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થતા ગુજરાતી દૈનિક જનશક્તિમાં ખેલ અને ખેલાડીની કૉલમના સંપાદક તરીકે તેમજ જન્મભૂમિ માટે આ મેચનો વિશેષ અહેવાલ આપવા અમદાવાદ જવાની પ્રદીપ તન્ના તેમજ જન્મભૂમિ'ના એ વખતના સંયુક્ત મંત્રી મનુભાઈ મહેતાએ મને જવાબદારી સોંપી હતી. અલબત્ત '૬૦ના તબક્કામાં સ્પોર્ટ્સ રિપોર્ટર તરીકે નરભેરામ સદાવ્રતી ખ્યાતનામ ક્રિકેટ રિપોર્ટર તરીકે અમદાવાદમાં સન્માનિત વ્યક્તિ હતા.
ટેસ્ટ મૅચને આગલે દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ પર પિચ-રિપોર્ટ અને ટીમના બળાબળનાં પલ્લાંઓનો અભ્યાસ કરવા ગયો ત્યારે સુધાકર પટેલ અને દિનકર દેસાઈની સાથે એક નવયુવાન ખૂબ ખૂબ નમ્રતાથી તેમજ સૌજન્યની મીઠાશથી મહેમાન પત્રકારો સાથે વાત કરતા હતા. ઇસ્ત્રીબદ્ધ પોશાકમાં ટાઈ સાથે તેની હસમુખી અદા મારું ધ્યાન આકર્ષિત કરી ગઈ. બસ, બીજા કોઈની પણ મધ્યસ્થી વિના અમે બંનેએ એકબીજાનો સવિસ્તર
સુરેશ સરૈયા
402