________________
અનન્ય પ્રતિભા
ભારતભરમાં સૌપ્રથમ ઉપગ્રહ દ્વારા ટીવીનો ઉપયોગ શૈક્ષણિક કાર્યક્રમો માટે ૧૯૭૫ની સાલમાં થયો. ત્યારે અમેરિકાએ ભારતને એનો એક ઉપગ્રહ એક વરસ માટે ઉપલબ્ધ કર્યો હતો. એ એટીએસ-૯ તરીકે ઓળખાતો એટલે કે એપ્લિકેશન્સ ટેકનોલોજી સેટેલાઇટ - નાસા ઇસરો અને આકાશવાણી વચ્ચેના ત્રિકોણીય કરારને પરિણામે આ કાર્યક્રમ યોજાયો જેમાં સૌપ્રથમ પ્રેક્ષકોના જૂથ, એમની ટીવી સમાચારની તમન્ના, એમના રોજિંદા વ્યવહારમાં એની અસર વગેરેના સંશોધન પાછળ ૯ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
ભારતનાં છ રાજ્યોમાં જુદી જુદી ભાષામાં ૬૦૦ ગામડાંઓ માટે આ કાર્યક્રમો પ્રસારણ પામ્યા. આ કાર્યક્રમો દિલ્હીથી તૈયાર થાય અને અમદાવાદમાં આવેલા ઇસરોના ભૂમથક અર્થ સ્ટેશન પરથી તે ઉપગ્રહને પહોંચાડાય જ્યાંથી ખાસ ૧૫ ઇંચના ડિશ એન્ટેનાથી સુસજ્જ એવા ટીવી પર આ કાર્યક્રમો જોઈ શકાય.
આ પ્રયોગોમાં ગુજરાતને પણ, જરા જુદી રીતે આવરી લેવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં આવેલા પીજ ગામમાં એક કિલોવોટની શક્તિ ધરાવતું ટ્રાન્સમિટર મૂક્યું. જેથી ખેડા જિલ્લાનાં ગામડાંઓમાં ટીવી પર ડિશ એન્ટેના વગર સાદા એન્ટેનાથી જોઈ શકાય. આ માટે ઇસરોના જોધપુર ટેકરા પર આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં એક સુડિયો તૈયાર કરવામાં આવ્યો. જે આજે માત્ર કેટલાક
અરૂણ શ્રોહ
398