________________
કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપો. મને કહેતા આનંદ થાય છે કે તેઓએ અમારી સંસ્થા માટે અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવવા ખૂબ જ જહેમત લીધી અને અમારી સંસ્થા દ્વારા એક ઉદ્દીપકનું કાર્ય કર્યું. આવા વિરાટકાય માનવીને કેવી રીતે મૂલવવો તે જ પ્રશ્ન.
તેઓનો એક ખાસ શોખ એ છે કે તેઓ જે કાંઈ નવું વિચારે, તેમાં અમારા જેવાને અચૂક સાંકળે. તેઓની સાથે અનેક સંસ્થામાં ટ્રસ્ટી તરીકે કાર્ય કરાવવાનો ખરો યશ તેમને કારણે મળ્યો. દરેકને સારું કાર્ય કરાવવાનું પ્લેટફોર્મ આપીને, યોગ્ય સહયોગ આપીને અનેકને સથવારો આપવાનું અમૂલ્ય કાર્ય કરવું તે એમની એક આગવી મૂડી છે. અને સામી વ્યક્તિમાં રહેલી અખૂટ શક્તિને બહાર લાવવાનું અનેરું કાર્ય તેઓની કાર્યશૈલીનો એક ભાગ છે.
આવાં વિવિધ પાસાંથી સફળતા પ્રાપ્ત કરેલ મારા મિત્ર, માર્ગદર્શક અને સ્નેહી ખૂબ ખૂબ યાદગાર પ્રવૃત્તિ કરે અને કરાવે તેવી અંતરની અભ્યર્થના. તેઓશ્રીને પદ્મશ્રી'નો એવોર્ડ પ્રાપ્ત થયો, તેની પાછળ શિક્ષણ, સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યો ઉપરાંત તેઓના સદ્ગુણો, બીજાને મોટો બતાવવાનો પ્રયત્ન, કાર્ય પાછળનું પીઠબળ જ તેઓને હજી ખૂબ જ મોટા એવોર્ડ પણ પ્રાપ્ત કરાવશે જ.
આટલી વિરાટ આગેકૂચમાં તેઓ કદી પોતાના જ્ઞાતિના બંધુજનોને વિસર્યા નથી. મારી સાથે ઝાલાવાડ વીસાશ્રીમાળી જૈનસંઘમાં ટ્રસ્ટી તરીકે અમૂલ્ય સેવા આપી રહ્યા છે. પોતાના જ્ઞાતિબંધુ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં, જેવી કે મેડિકલ, સાધર્મિક, શૈક્ષણિક તથા સંસ્થાના સિનિયર સભ્યોનું યોગ્ય સંકલન જાળવી રાખીને અનેક સખાવતો સાથે સલાહસૂચન આપતાં રહ્યાં છે. જ્ઞાતિજનોએ તેમના સન્માનની વાત કરી, ત્યારે તમારામાંનો જ એક છું' એમ કહીને એમણે સન્માનની વાત ટાળી હતી. પોતાના જ્ઞાતિબંધુ માટેની ખંત અને લાગણીનો ધોધ સતત વહાવતા રહ્યા છે. અંતમાં તેઓની ખૂબ પ્રગતિ થાય અને સમાજને ખૂબ જ ઉપયોગી બને તેવી અભિલાષા સેવું છું.
381 અનિલ ગાંધી