________________
મારા પ્રિય મિત્ર
મનોજ જાની
ડૉ.
કુમારપાળ દેસાઈના પિતાશ્રી શ્રી બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ) અને માતુશ્રી જયા-બા
- આ એમનો પ્રાથમિક પરિચય.
-
ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકારે ‘પદ્મશ્રી’નો એવૉર્ડ એનાયત કર્યો, તેથી મને અત્યંત આનંદ થયો, કારણ કે આ એવૉર્ડ જાણે કે મને મળ્યો છે એમ લાગે છે. મારા અને ડૉ. કુમારપાળ દેસાઈ વચ્ચે સમગ્ર અને સંપૂર્ણ આંતરિક એકતા છે તેનો મને ગર્વ છે.
ઈ. સ. ૧૯૫૯ની પંદરમી જૂનનો દિવસ મારા જીવનનો એક માત્ર સુવર્ણ દિવસ છે, કારણ કે તે દિવસથી જ હું ડૉ. કુમારપાળ દેસાઈનો મિત્ર બન્યો. અમે ગુજરાત કૉલેજના એફ. વાય. બી. એ.ના એક જ વર્ગમાં કૉલેજનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો આરંભ કર્યો. આ અગાઉથી જ ડૉ. કુમારપાળ દેસાઈ લેખક હતા જ. અમારી મૈત્રીનાં આવાં ૪૫ વર્ષ ગયાં અને આજદિન સુધી અમે ગાઢ મિત્રો છીએ.
ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મૈત્રી થઈ તે દિવસથી જ હું તેમના પ્રભાવ નીચે આવી ગયો. સર્વ માનવીય સંબંધોમાં ‘મિત્ર’નો સંબંધ સૌથી વધુ ઊંચો છે. માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-બાળકો – એ બધા સંબંધો અરસ-પરસ ‘આપ-લે’નો ખ્યાલ આપે છે, જ્યારે ‘મિત્ર-સંબંધ' એ ‘બિનશરતી' અને આત્માનો સંબંધ છે એવી અનુભૂતિ મને કુમારપાળ સાથેના મિત્ર તરીકેના સંબંધથી થાય છે. અમારા સંબંધોમાં ‘આપ-લે'ના ખ્યાલને કોઈ સ્થાન નથી.
386