________________
સાહિત્યિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી મહાવીર માનવકલ્યાણ કેન્દ્ર, વિદ્યાવિકાસ ટ્રસ્ટ, અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ) વગેરેમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે.
આમ વિખ્યાત સાહિત્યકાર શ્રી જયભિખ્ખના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ તેમની બહુમુખી પ્રતિભા દ્વારા અનેકવિધ ક્ષેત્રોમાં આગવી નામના અને લોકચાહના સંપાદિત કરી છે. જીવનને ઊર્ધ્વગામી બનાવવા ધર્મના સિદ્ધાંતોને આપણી જીવનશૈલી સાથે જોડવાનો માર્ગ તેમણે બતાવ્યો. વિશ્વમાં થતા મૂલ્યોના હૃાસ પ્રત્યે તેઓ ખૂબ જ ચિંતિત છે, આથી શાશ્વત મૂલ્યોના આદર માટે તેઓ સતત પ્રવૃત્ત છે. સંસ્કૃતિનાં મૂળ તત્ત્વો, ઉમદા જીવનમૂલ્યો, અને સત્કર્મો દ્વારા તેઓ પોતાનું જીવન ધન્ય કરી રહ્યા છે અને તેમના વર્તુળના સૌને આ માટે પ્રેરિત કરી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ-અધ્યાત્મ અને મૂલ્યોની સુવાસ, કુમારપાળભાઈ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એટલે કે ગુજરાતમાં, દેશમાં કે વિશ્વભરમાં ધૂપસળીની ધૂમ્રસેરની જેમ પ્રસરાવે છે. સમસ્ત માનવજાતના ઊર્ધીકરણ માટે મહામૂલું પ્રદાન કરનાર કુમારપાળભાઈ સતત નવી નવી ક્ષિતિજો પામતા રહે તેવી અભ્યર્થના.
385 મીનાક્ષી ઠાકર