________________
પ્રેરણાદાયી સાહિત્યયાત્રા છે. માત્ર સાહિત્યસ્વરૂપે જ નહિ પરંતુ જીવનમાં પ્રત્યેક પળે એકરૂપ થઈ રહેલા સાહિત્યની યાત્રા છે. આ સદાબહાર સારસ્વતની શબ્દયાત્રા માત્ર સાહિત્ય સુધી સીમિત ન રહેતાં જીવનમાં ઓતપ્રોત થઈ જતી વાણી બની રહે છે અને મારા જેવી અનેક વ્યક્તિઓને તાજગીથી ભરી દેતી, હસમુખા સ્વભાવમાંથી નીતરતી સહજ શબ્દાવલિઓ સમયના બોજને હળવો કરી દઈ એક જાદુગરી અસરથી સૌનાં દિલ જીતી લેવાની જીવનકલાનો પરિચય કરાવે છે.
એમના બાળપણની પળોમાં સાહિત્યની વારાણસી જેવા રાણપુરમાં એમણે વિતાવેલા એ સમયનાં સ્મરણોની તાજગી પ્રત્યક્ષ થાય છે. એમનું જન્મસ્થળ રાણપુર એ ભાદર-ગોમા-લીંડીયો નદીઓના ત્રિવેણી સંગમ પર આવેલું છે. એ ઝવેરચંદ મેઘાણી, બાબુભાઈ વૈદ્ય, નિરંજન વર્મા, જયમલ પરમાર, અમૃતલાલ શેઠ, મોહનભાઈ દવે “શનિ', “બહુરૂપી'ના તંત્રી મનહરભાઈ વગેરેને કારણે જાણીતું હતું. સાહિત્યનો પમરાટ રાણપુરની નસેનસમાં વહેતો. એ સ્થળે જન્મનાર વ્યક્તિએ ભાદરના કાંઠા ઉપર ઊભેલા કિલ્લાને અહોભાવે જોયો હતો. બારમાસી જલપ્રવાહથી વહેતી ભાદર – કંક-કેટલાય નાનામોટા માનવીઓને પ્રેરણાનાં પીયૂષ પાતી. એમાં ધૂબકા મારતાં મારતાં – સાહિત્યની આવી છલાંગ મારશે એ તો પુણ્યપ્રભાવી પિતાશ્રી જયભિખ્ખને જાણે ખબર પડી ગઈ હોય તેમ આ પુત્ર જ નહિ – માનસપુત્ર પણ સાહિત્યના રંગે રંગાયો હશે. કુમારપાળનાં માતુશ્રીને અમે નાનુબેન' કહેતાં. એમના અંતરંગી વાત્સલ્યથી આ આત્મા ખૂબ જ માનવતાપ્રેમી બન્યો હશે જે પ્રક્રિયા એમના સમગ્ર જીવનમાં જોવા મળે છે.
જયાબહેનનું જીવન આતિથ્યનું સજીવારોપણ કાવ્ય સમું છે. હું નાનો હતો – જન્મભૂમિ હાઇસ્કૂલમાં શરૂઆતનાં વર્ષોમાં ભણતો. સ્વાતંત્ર્યની ચળવળ ચાલે – પ્રભાતફેરીઓ નીકળે. જયમલભાઈ, વજુભાઈ વગેરે વડીલો અમારા જેવા નાનકડા કિશોરોને “ફૂલછાબ' પ્રેસ પાસે આવેલા અખાડામાં કસરતો કરાવે. નદીએ લઈ જાય. પાણીમાં ડુબાડે. એક કરચલો પકડવાનો – દોરીથી બાંધવાનો. અમારો ડર જતો રહે અને પોલીસ નામના રાક્ષસનો અમે પ્રભાતફેરીમાં સામનો કરતા. આ સમયે બળવંતરાય મહેતાની ધરપકડ થઈ. અમે “ઇન્કિલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા. આ ભૂમિમાં કુમારભાઈનું બાળપણ વીત્યું. એની હવા એમના પિતાશ્રીની કલમમાં અને પછી આ માનસપુત્રની સરવાણીમાં વહેતી રહી છે. ગુજરાત આજે તો આ શબ્દસ્વામીની ઘણી બધી કૉલમો વાંચી એમની સાધનાના માર્ગની પૂર્ણ પ્રશસ્તિ પામ્યું છે. ‘પદ્મશ્રી’ હજુ પદ્મની જેમ વિકસીને શ્રી બનશે, સમૃદ્ધ બનશે એવી મનોમન પ્રભુને પ્રાર્થના છે, અભ્યર્થના છે.
રાણપુરવાસીઓ એથીય વિશેષ ગૌરવ લે છે. બન્ને પદ્મશ્રી' પ્રાપ્ત કરનાર – શ્રી કુમારપાળભાઈ અને પૂર્ણિમાબહેન પકવાસા, જેઓ અમૃતલાલ શેઠના ભાઈનાં દીકરી. બંને રાણપુરનાં વતની. આમ રાણપુર પ્રજામંડળનાં સર્વે રાણપુરપ્રેમીઓને ગૌરવ લેવા જેવો આ એક
333
દિનેશભાઈ શાહ “સન્મિત્ર'