________________
વિરલને સહજ સિદ્ધ કરનાર
૨00૪ના વર્ષારભે ડૉ. કુમારપાળ દેસાઈને સૂરતના પત્રકાર સંઘ તરફથી રમતગમતના પત્રકારત્વ બદલ સન્માન એવોર્ડ પ્રાપ્ત થયો તેના સ્વીકાર માટે તેઓ સૂરત આવ્યા હતા. અન્ય અનિવાર્ય રોકાણોને લીધે હું તીવ્ર ઇચ્છા હોવા છતાં, સન્માનકાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નહોતો એટલે ફોન પર સંપર્ક કરી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં.
હું એ સ્વીકારતો નથી,' એમણે ફોન પર જવાબ આપ્યો જે સાંભળી હું ક્ષણાર્ધ માટે ડઘાઈ ગયો.
હું રૂબરૂ જ સ્વીકારીશ.” તેઓ આગળ વધ્યા.
પણ મારાથી રૂબરૂ અવાય એમ નથી.” મેં સંકોચપૂર્વક જણાવ્યું.
પણ હું આવીશને તમારે ત્યાં !” તેમણે ઘટસ્ફોટ કર્યો. હું રાજી રાજી થઈ ગયો.
પછી સાંજે તેઓ સજોડે આવ્યા ટ્રેઇનના સમય આડે ઝાઝો સમય રહ્યો નહોતો એટલે મેં એમ માની લીધું કે હવે સમય થઈ ગયો હોઈ) નહીં આવે; પણ એ જ સમયે ડોરબેલ વાગ્યો ને તેઓ આવ્યાં.
મેં તો માનેલું કે હવે નહીં આવો.”
અરે, એમ તે કંઈ હોય ! સૂરત આવું અને વિજય શાસ્ત્રીને મળ્યા વગર જવાય જ નહીં!”
તેમના આ શબ્દો હૃદયમાં કોતરાઈ ગયા છે. એટલા માટે કે હું આમ જોવા જઈએ તો એમને કોઈ કરતાં કોઈ કામમાં આવે તેમ નહોતો. ભૂતકાળમાં કોઈ વ્યાવહારિક કામ, મારા થકી એમનું સંપન્ન થયું હોય એવું બન્યું નથી. ભવિષ્યમાં થાય એવી, મારા પ્રમાદી સ્વભાવને લીધે, કોઈ શક્યતા દેખાતી નથી. ઊલટું મારાં એકથી વધુ કામો એમના થકી સંપન્ન
વિજ ચ શાસ્ત્રી.
339