________________
ભાતીગળ વ્યક્તિત્વ ધરાવતા કુમારપાળને માટે નિઃસંકોચ કહી શકાય કે અનેક એવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો અને છેલ્લે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીની નવાજેશ થવા છતાં, તેમનામાં માનવસહજ અભિમાન કે તુમાખીપણું સ્પર્શી શક્યાં નથી. એમનું સમયબદ્ધ આયોજન અને ચુસ્ત સમયપાલન એમની જ્વલંત સફળતાની ચાવી હોવાનું અનેક વિદ્વાનો અને ગુરુજનોએ સ્વીકાર્યું છે. મૂલ્યનિષ્ઠ સાહિત્યના આ સર્જક તેમનો પુનર્જન્મ થાય તો શું બનવાનું ગમે તેના જવાબમાં એટલું જ કહે છે કે સમાજને ઉપયોગી એવા મૂલ્યનિષ્ઠ સાહિત્યનો સર્જક બનું અને આધ્યાત્મિક જીવનશૈલી જીવી શકે તેવો માનવદેહ મળે ! કદાચ આ જવાબમાં બધું જ સમાઈ જાય છે.
361
હરસુખ શાહ