________________
બદલે પોતાની સૂઝથી – સમજણથી – આવડતથી પ્રાપ્ત કરેલ જ્ઞાનની પરબ કલમ દ્વારા તથા વાણી દ્વારા રજૂ કરી લોકોની તૃષા છીપાવવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો છે.
છેલ્લાં વીસ વર્ષથી પરદેશમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, સિંગાપુર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા, આફ્રિકા વગેરે અનેક દેશોમાંથી પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો નિમિત્તે નિમંત્રણો સતત મળતાં રહે છે. ધર્મગ્રંથો આધારિત વિશિષ્ટ વ્યાખ્યાનો દ્વારા જૈન શાસનનું અનેરું કાર્ય કરી જૈન મુનિઓ પરદેશ જઈ શકતા નથી.) શ્રાવક તરીકે શાસનની સેવા કરી છે.
એકસોથી વધુ વર્ષ પહેલાં અમેરિકામાં જૈન ધર્મ અંગેનાં પ૩૫ વ્યાખ્યાનો દ્વારા ત્યાંના લોકોને મંત્રમુગ્ધ કરનાર સૌરાષ્ટ્રના સપૂત શ્રી વીરચંદભાઈ રાઘવજીએ પરદેશીઓને જૈન ધર્મનો સચોટ અર્થ સમજાવ્યો હતો અને સ્વામી વિવેકાનંદ સાથે જ પરદેશની ધરતી પર ભારતના સંસ્કારોની સુવાસ પ્રસરાવી હતી. એ પછી કોઈ શ્રાવકે જૈન શાસનનું આવું ઉત્તમ કાર્ય કર્યું હોય તો તે સૌના લાડીલા કુમારપાળ દેસાઈ જ છે. આ રીતે જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને સાત સમંદર પાર પરદેશની ભૂમિ પર અખ્ખલિત વાણીના પ્રવાહથી લોકોને જ્ઞાનથી તરબોળ કર્યા. તેમને વારસામાં મળેલી કલમ દ્વારા અંગ્રેજી ભાષામાં સરળતાથી સમજાય તે રીતે સુંદર શૈલીથી ગ્રંથો લખીને પરદેશમાં પ્રશંસા પ્રાપ્ત કરી અને લંડનના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ અને નામદાર પોપ જ્હૉન પૉલ દ્વિતીયની ધર્મચર્ચાના સંદર્ભે મુલાકાત લીધી છે.
પરદેશમાં રહેતા જેનોના પરિવારમાં તેમનાં બાળકોને જૈન ધર્મનું જ્ઞાન મળે તેવી અદ્યતન અંગ્રેજી ભાષામાં લખાયેલાં પુસ્તકોની તાતી જરૂરત જણાતી હતી ત્યારે શ્રી કુમારપાળે બીડું ઝડપીને સરળ, સુગમ, આજની ભાષામાં સમજણ પડે તેવી અંગ્રેજી ભાષામાં પુસ્તકો લખી જ્ઞાનની પરબ દ્વારા પરદેશમાં પ્યાસ બુઝાવી મહા ઉમદા કાર્ય કર્યું છે તેમ ખુદ પરદેશવાસીઓ કહે છે.
જેના"ના અધિવેશનમાં – પર્યુષણપર્વમાં મહાવીર જયંતિની ઉજવણીના મહોત્સવમાં જ્યારે જ્યારે જરૂર જણાઈ ત્યારે ખાસ નિમંત્રણથી પરદેશપ્રવાસ ખેડ્યો છે અને લોકોને સાચા જ્ઞાનની સમજણ આપી ખૂબ ઉપયોગી થયા છે.
ધર્મ વિશેની વિગતોની પ્રમાણભૂતતા અને ધર્મદૃષ્ટિની અદ્યતનતા જૈન ધર્મનાં એમનાં પ્રવચનોની સૌથી મોટી વિશેષતા છે. પ્રત્યેક વાતને વિચારને કે સૂત્રને આધાર સાથે રજૂ કરે અને એ રજૂઆત એવી હોય કે એમાંથી શ્રોતાજનોને નવીન દૃષ્ટિકોણ સાંપડે. ભગવાન મહાવીરનું જીવન વર્ષોથી સાંભળ્યું હોય, પણ કુમારપાળ જે શૈલીથી એનાં રહસ્યો ખોલી આપે, ત્યારે તાજુબ થઈ જવાય. વિશ્વનું સર્વપ્રથમ વૃક્ષમંદિર તે શત્રુંજય પરનું રાયણવૃક્ષ કે નવ ટૂંક એટલે નવચક્રભેદન – એવાં નવીન અર્થઘટનો કુમારપાળ પાસેથી જ મળે. પરંપરાગત કે ચલણી ભાષાને બદલે નવી, તાજગીભરી, હૃદયસ્પર્શી ભાષામાં જેનધાર્મિક વ્યાખ્યાનોને આપવાનું શ્રેય
363 મનુભાઈ શેઠ