________________
એક કામ એમને નથી
આવડતું
ડા. કુમારપાળ દેસાઈનાં કાર્યોથી સૌથી વધુ પ્રસન્ન કોણ હશે ? સમય પોતે. ક્ષણેક્ષણને, પળેપળને ધન્ય બનાવનાર, સમયના સોનાને ઉત્તમ રીતે પ્રયોજનાર એક માણસ તો છે, આપણી વચ્ચે. આ જેવુંતેવું આશ્ચર્ય નથી. પોતાની દરેક પ્રવૃત્તિને ખૂબ જ સરળતાથી, સહજતાથી, ભાર વગર કરી દેખાડવી, અનેક કાર્યોની વ્યસ્તતા છતાં હળવાફૂલ હોવું તે એમના સિવાય અન્ય કોણ કરી શકે ? પોતાના જીવનકાર્યને એક લીલા' રૂપે જીવી જાણે છે. મારા મનનો સતત એ કોયડો રહ્યો છે કે એક માણસ એકસાથે આટલી પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકે ! હજી જવાબ નથી મળ્યો. ભલે એ આશ્ચર્ય અકબંધ રહ્યું.
આજના યુવાનોને ટાઇમ મેનેજમેન્ટ આકર્ષે એવો વિષય છે. એ યુવાનોનો આદર્શ બની શકે એવું કુમારપાળભાઈનું વ્યક્તિત્વ છે. કાર્યો એમની પાસે આવીને ઊઘડતાં જાય, ખીલતાં જાય અને પૂર્ણતાને પામતાં જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ કા એક દિન’ એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી જોઈએ. બધું કર્યા પછી એમના મનને કેમ પામી શકીશું ? એમના મનમાં ચાલતા વિચારોને એ પામવા નથી દેતા.
માણસને કંઈક અદ્ભુત આપવાની, પમાડવાની, પહોંચાડવાની, વહેંચવાની અભીપ્સા એમની પાસેથી નવાં નવાં કાર્યો કરાવે છે. માણસને વર્તમાન સમયમાં પણ સુખ સુધી લઈ જઈ શકાય એ એમની મનોભાવના હશે. જ્ઞાનથી માણસ તરી શકશે
ગુલાબ દૈચ્યિા
375