________________
રચનાત્મક
અભિગમ
૨વામી શ્રી પ્રેમપુરી આશ્રમના માધ્યમ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. અંદાજે તેમના પરિચયમાં છેલ્લાં ૧૦ વર્ષથી છું. તેમની વિદ્વત્તા, સરળતા અને તેમનું વ્યક્તિત્વ કોઈને પણ તેમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરે તેવાં છે. તેમના વ્યક્તિત્વનું ઊડીને આંખે ચડે તેવું પાસું તેમની સુઘડતા અને સાદાઈ છે. તેમની એકસરખી વેશભૂષા – સફેદ પેન્ટ અને સફેદ બુશશટે ઘણી વાર જોવા મળે. સપ્રમાણ ઊંચાઈ અને શરીરનો મધ્યમ બાંધો, ખૂબ જ દેખાવડો ચહેરો તથા ચીવટપૂર્વક ઓળેલા વાળ સોને મોહિત કરે તેવાં છે. વિદ્વત્તા સાથે તેમની રજૂઆતની શૈલી અને ભાષા ઉપરનો કાબૂ વિષયને પૂરો ન્યાય આપે. તેમનો સ્વભાવ આડંબરરહિત અને તેમનો અભિગમ હંમેશાં હકારાત્મક વલણવાળો હોય છે. તેમના વર્તનમાં અત્યંત સાહજિકતા હોય છે અને તેમનો હંમેશાં હસતો ચહેરો સંપર્કમાં આવનાર સૌને પ્રભાવિત કરે છે.
પ્રેમપુરીની સાથેનો તેમનો સંબંધ સેવાભાવનાનો છે અને તે રીતે તેઓ કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય તેમના પ્રવચનો આપવા પ્રેમપુરીમાં આવે છે. તેમની ચોકસાઈ, ચીવટ, કાળજી તેમના દરેક કાર્યમાં જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સક્રિય હોવા છતાં તેમનાં વાણી કે વર્તનમાં તેનો બોજો દેખાતો નથી. તેઓ કોઈ પણ વિષય ઉપર – આધ્યાત્મિક, ધાર્મિક કે સામાજિક તથા
નટવરલાલ સી. દેસાઈ
365