________________
ભાતીગળ
વ્યક્તિત્વ
શા કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વને અને તેમની બહુલક્ષી પ્રતિભાને માત્ર એકાદ વાક્યમાં વર્ણવવું અત્યંત મુશ્કેલ છે. મારો કુમારભાઈ સાથેનો સંપર્ક ચાર દાયકા પહેલાંનો છે. એ વખતે મેં ભારત સરકારના માહિતી ખાતા – પીઆઈબીના સહાયક સંપાદક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૬૫ની ભારત-પાકિસ્તાન લડાઈ અને ત્યારબાદ સોવિયેત પ્રધાનમંત્રી શ્રી કોસીગીનના સહયોગથી તાન્કંદ ખાતે ભારતના પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ અયુબખાન વચ્ચે ૧૦-૧૦ દિવસની મંત્રણાઓને અંતે ૧૯૬૬ની ૧૦મી જાન્યુઆરીએ રાત્રે બંને દેશો વચ્ચે સમજૂતીઓ થઈ હતી, પરંતુ એ જ રાત્રે માત્ર થોડાક કલાકોમાં જ શાસ્ત્રીજીના થયેલા ઓચિંતા અવસાનથી દેશ અને દુનિયા શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં.
કદાચ આ કરુણ ઘટનાએ જ મહદંશે રમતગમતની કટાર લખતા અને બાળસાપ્તાહિક ‘ઝગમગમાં સાહિત્યક્ષેત્રે ડગ માંડતા કુમારભાઈને લાગણીથી ઝણઝણાવી નાખ્યા હશે અને શાસ્ત્રીજી વિશેનું પુસ્તક લખીને સાહિત્ય ક્ષેત્રે પ્રવેશ કરવાની પ્રેરણા આપી હશે. પુસ્તક લગભગ તૈયાર થઈ જવા આવ્યું હતું અને એકાએક તેમને થયું કે શાસ્ત્રીજીની કેટલીક પ્રાસંગિક તસવીરો તેમાં સામેલ કેમ ના કરવી ? અને એ શુભ દિવસે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં અખંડાનંદ હૉલમાં આવેલી અમારી
હરસુખ શાહ
359