________________
સામાન્ય વાતચીતમાં રમૂજ અને હળવાશ સતત ઠાલવતા જ રહે, છતાં કદીય કોઈ કાર્યની ગંભીરતા જોખમાવા ના દે. એમની સાથે થોડીક ક્ષણો બેસીએ એટલે તાજગીનું છલોછલ ભાથું મળી જાય.
શિક્ષણ, સાહિત્ય અને ધર્મનો ત્રિવેણીસંગમ એમના વ્યક્તિત્વમાં સતત મઘમઘતો રહ્યો છે. અનેક ટ્રસ્ટો, સંસ્થાઓ સાથે એ સક્રિય રૂપે સંકળાયેલા છે. અખબારી લેખન માટે સતત જાગ્રત રહેવું પડે. રમતગમત વિશેનું લેખન કરવા માટે છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવી પડે અને તેનો સંગ્રહ પણ કરવો પડે. એમના અંગત પુસ્તકાલયમાં એટલો બધો ખજાનો છે કે એને જોનાર ઘડીભર તો દંગ રહી જાય! ગમે ત્યારે ગમે તે ચીજનો ખપ પડે ત્યારે ગણતરીની ક્ષણોમાં તે મળી જાય! કશુંય અસ્તવ્યસ્ત નહિ. જરાય ગાફેલપણું નહિ. ચીવટ અને ચોકસાઈના શહેનશાહ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ ! આ માટે મદદરૂપ થાય એવો સ્ટાફ પણ એમણે રાખ્યો છે. એમને ત્યાં કામ કરતા ઓફિસબૉય સાથે પણ માનવતાભર્યો વ્યવહાર એ રાખે. માણસની પરખશક્તિ પણ ગજબની !
ડૉ. કુમારપાળ દેસાઈનાં લગભગ તમામ પુસ્તકો પુરસ્કૃત થયાં છે. દેશ-વિદેશમાં એમનું વારંવાર સન્માન-બહુમાન થયું છે. સાંપ્રત સમયમાં જેન ધર્મનો વિદેશોમાં પ્રચાર-પ્રસાર કરવામાં તેમનો ફાળો એવો ગૌરવવંતો છે કે ઇતિહાસે તેની નોંધ લેવી જ પડશે. પિતા જયભિખ્ખ પાસેથી મળેલા સાહિત્યવારસાનું તેમણે સુગંધમય સંવર્ધન કર્યું છે. વર્ષો સુધી દૈનિકપત્રોમાં લેખમાળાઓ લખવી અને લોકપ્રિયતા સતત વધતી રહે એ રીતે એની માવજત કરવી એ જેવુંતેવું કામ નથી. નવા સંબંધો સ્થાપવા અને જૂના સંબંધોની સઘનતા અકબંધ રાખવી એ સિદ્ધિ અન્યત્ર દુર્લભ જ હશે !
- ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળે એ આનંદની વાત અવશ્ય છે પણ આશ્ચર્યની વાત જરાય નથી. હજી એમને જે જે એવોસ મળ્યા નથી એ મળવામાં થતો વિલંબ જરૂર આશ્ચર્યપ્રેરક છે. વૃક્ષ ઉપર જેમ જેમ તાજાં ફળોની સંખ્યા વધતી જાય. વૃક્ષ જેમ જેમ ફળ સમૃદ્ધ થતું જાય તેમ તેમ એની શાખાઓ નીચે ઝૂકતી જાય છે. ડૉ. કુમારપાળ દેસાઈની નમ્રતા નમૂનેદાર છે. એમના વ્યક્તિત્વનો ભાર એમની પાસે રહેલી વ્યક્તિને જરાય પજવતો નથી. કોઈ શ્રીમંત શ્રેષ્ઠી સાથે એ જેટલી સહજતાથી વર્તે એટલી જ સહજતાથી એમની પાસે કોઈ માર્ગદર્શન મેળવવા આવેલી વ્યક્તિ સાથે પણ વર્તે. વડીલો અને વિદ્વાનોનો આદર કરવાનું એ કદીય ના ચૂકે. જેમ જેમ એમને ઇનામો-પુરસ્કારો મળતાં ગયાં, જેમ જેમ એમનાં સન્માન.બહુમાન થતાં ગયાં તેમ તેમ એ વધુ ને વધુ વિનમ્ર બનતા રહ્યા છે.
ડૉ. કુમારપાળ દેસાઈ પાસે વિશિષ્ટ “નીરક્ષીર વિવેક વૃત્તિ છે. સમાજમાં કેટલુંક ઇષ્ટ પણ
357 રોહિત શાહ