________________
Sા, કુમારપાળ દેસાઈ એટલે તાજગી અને પ્રસન્નતાનું કાયમી સરનામું,
અત્યંત વ્યસ્ત છતાં પળ-પળે મસ્ત વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ.
૧૯૭૩માં નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે મેં પ્રવેશ મેળવ્યો ત્યારથી એમની સાથે મારો પરિચય આનંદઘનાએકઅધ્યયન' વિષય ઉપર
એમણે પીએચ.ડી. માટે શોધનિબંધ લખવાનું શરૂ કર્યું સમયળે સતત
ત્યારે અમારો પરિચય પ્રગાઢ બન્યો. મહિનાઓ સુધી પડકારતં વ્યક્તિત્વ એમનાઘેરનિયમિત જવાનું બન્યું. દરરોજ સાથે બેસીને
અમે ભોજન કરીએ. “બા અને પ્રતિમાબહેનના સંયુક્ત વાત્સલ્યની મીઠાશ ભોજનમાં ભળે.
ભગવાન મહાવીરે કહ્યું છે કે પળનોય પ્રમાદ ના કરશો. ડો. કુમારપાળ દેસાઈએ પ્રમાદને કદીયા પોતાની પાસે ફરકવા દીધો નથી. સતત પુરુષાર્થ, સતત લેખન, સતત ચિંતન, સતત વ્યાખ્યાનો અને સતત સાહિત્યિક કાર્યક્રમો – એ બધાની વચ્ચે વ્યવહારકુશળતા પણ એટલી જ સઘન પ્રત્યેક પ્રસંગે
એમની ઉપસ્થિતિ હોય જ! સમયને સતત પડકારતું રોહિત શાહ
એક સમર્થ વ્યક્તિત્વ એટલે ડો. કુમારપાળ દેસાઈ
ડૉ. કુમારપાળ દેસાઈની અગણિત સિદ્ધિઓનું રહસ્ય એ છે કે તેમની પાસે ગજબની સંયોજનશક્તિ છે! કયા કામને ક્યારે, કેટલું પ્રાધાન્ય આપવું અને નિશ્ચિત સમયમર્યાદામાં કઈ રીતે ઉત્કૃષ્ટ રૂપે તે કાર્ય સંપન્ન કરવું એની કુનેહ તથા ચીવટ ડૉ. કુમારપાળ દેસાઈ પાસેથી જ મને શીખવા મળી છે.
356