________________
સૌજન્યશીલ
અજળ
ડ, કુમારપાળ દેસાઈએ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત, જૈન ધર્મદર્શન જેવાં અનેક ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવ્યું છે એને કારણે પદ્મશ્રી' એવૉર્ડના તેઓ અધિકારી બન્યા છે એવું જરૂર કહી શકાય. પરંતુ જો ડો. કુમારપાળ દેસાઈને ઓળખવા હોય તો હું એમને એક સ્વજન અને સૌજન્યશીલ, શાંત, સ્નેહાળ વ્યક્તિ તરીકે ઓળખાવું. ભલે એ સાહિત્યકાર, સર્જક, વિવેચક પત્રકાર, સમાજસેવક કે જૈન ધર્મદર્શનના જ્ઞાતા હોય, છતાં એ બધાં અનુભવો અને જ્ઞાનનો નિચોડ એટલે જ સ્વજન અને સૌજન્યશીલ વ્યક્તિ.
બહુ જ નાના હતા ત્યારે મેં એમને જોયેલા. એક વાર કોઈ કામ પ્રસંગે એમના પિતા શ્રી જયભિખુ તથા માતા જયાબહેનને હું મળવા ગઈ ત્યારે એક નાનકડો છોકરો છાનોમાનો, ધીમે પગલે. શરમાતા શરમાતો પસાર થઈ ગયો તેની ખબરેય ન પડી. એ જ છોકરો તે આ કુમારપાળભાઈ. આજે મોટી વયે પણ એવા જ શાંત, શરમાળ પ્રકૃતિના, ઓછાબોલા, મંદ સ્મિતથી, પ્રેમથી, ગૌરવયુક્ત પ્રતિભા અને સંસ્કારથી સૌજન્યશીલ સ્વજન તરીકે હું એમને નિહાળું છું.
ન કોઈ અભિમાન, ન કોઈ આડંબર, ન કોઈ મોટાઈ, ન કોઈ પોતાનું મહત્ત્વ દેખાડવાની પ્રબળ ભાવના – એવા કુમારપાળભાઈમાં જે ઉત્કૃષ્ટ ગુણો છે એ જ એમની ઓળખ છે અને એ જ એમનો એવોર્ડ છે.
પદ્મા ફડિયા
350