________________
ડૉ. કુમારપાળ દેસાઈનું નામ તો ઘણાં
વર્ષોથી સાંભળ્યું હતું. ઘણી વખત તેમના વિશે વાંચ્યું હતું. સૌથી પ્રથમ મારો પરિચય પન્નાલાલ શાહ દ્વારા માટુંગામાં વ્યાખ્યાનમાળા દરમ્યાન થયો. આજથી પંદરેક વર્ષ પહેલાં માટુંગામાં યોજાતી વ્યાખ્યાનમાળામાં તેઓ પ્રવચન આપવા આવ્યા હતા. તે સમયથી હું વ્યાખ્યાનમાળા કમિટીનો ચેરમેન હતો, તેથી તેમની સાથે વાતચીત કરવાની તક મને મળી. અત્યંત નિખાલસ, સૌમ્ય પ્રકૃતિ વાતચીતમાં ખૂબ જ નરમાશ – અને મુખ્ય વાત તો થોડા સમયમાં જ પોતીકા કરી લેવાની તેમની આવડત. ધીમે ધીમે અમારા સંબંધનો વ્યાપ વધતો ગયો. મારે અમદાવાદ અવારનવાર જવાનું થતું હોવાથી તેઓને ત્યાં તેમના ઘેર રૂબરૂમાં અનેક વખત મળવાનો મોકો મળી જતો.
પહેલાં તો હું એટલું જ જાણતો કે તેઓ એક ખૂબ જ સારા વ્યાખ્યાનકાર છે, પરંતુ જેમ જેમ તેમના પરિચયમાં આવતો ગયો તેમ તેમની અનેકવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આવતો ગયો.
શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં કેટલાંય ક્ષેત્રોમાં તેમણે મેળવેલ સિદ્ધિઓનો ખ્યાલ મળતો ગયો. તેઓશ્રીની ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિથી વધુ ખ્યાલ આવ્યો. લગભગ આઠથી દશ ગ્રંથો તૈયાર કરેલા. સમય અને નાણાંની ખૂબ જ જરૂર પડે, પરંતુ હિંમતપૂર્વક સામનો કરી લેખનકાર્ય અને નાણાં
353
સાચા અર્થમાં કર્મયોમી
મહાસુખભાઈ કામદાર