________________
વેળાએ અનેક પ્રકારની સહાયો આપનાર અને આ કાર્યો કરતા કરતા અનેક પ્રકારનાં પારિતોષિકો, એવોર્ડો મેળવવા છતાંય એ સફળતા અને સિદ્ધિને નમ્ર ભાવે સ્વીકારીને શ્રી કુમારપાળભાઈએ ગુજરાત, ભારત અને પરદેશમાં, સૌનું હિત કરે તે સાહિત્યનું સર્જન કરીને એક સ્વજન' તરીકે પોતાનું વ્યક્તિત્વ ઉપસાવ્યું છે એ જ એમનો મોટો એવૉર્ડ છે એમ કહું તો ખોટું નથી.
આવા સાદા, સીધા, શાંત, વિનયી, નિરભિમાની, સમયના આગ્રહી, સ્ત્રીઓનું સૌજન્ય સાચવનારા, સ્વજનપ્રેમી કુમારપાળભાઈને હંમેશાં સ્પર્ધા અને સંઘર્ષોથી દૂર રહેનારા એક અનોખા માનવી તરીકે મેં જોયા છે અને ઓળખ્યા છે એ જ એમની પ્રતિભા છે.
“હું માનવી માનવ થાઉં તો ઘણું” – કવિ સુન્દરમૂની આ કાવ્યપંક્તિ એમને માટે યથોચિત છે એમ હું કહી શકું છું.
પિતાનું ઔદાર્ય અને માતાનું વાત્સલ્ય આ બન્ને ગુણોથી ઘડાયેલ કુમારપાળભાઈ શત્રુને પણ વહાલા લાગે એવું એમનું વર્તન અને એવું જ એમનું કર્તવ્ય ડગલે ને પગલે એમનામાં દૃષ્ટિગોચર થયા વિના રહેતું નથી.
માનવી સંપત્તિ પ્રાપ્ત કરી શકે. અનેક સિદ્ધિઓ મેળવી શકે. ઊંચી અને શ્રેષ્ઠ પદવીઓ પ્રાપ્ત કરી શકે, પરંતુ અન્ય જનોના એક મૂઠી જેવડા હૃદયમાં સ્વજન તરીકે પોતાનું સ્થાન મેળવી શકે એવા તો કોઈક જ વિરલા હોય. કુમારપાળભાઈ એવા જ એક વિરલા સ્વજન છે.
352 સૌજન્યશીલ સ્વજન