________________
વિશે અનેક લેખકોએ લખ્યું છે એટલે એમાં પુનરાવર્તન ન કરતાં મારા મન પર તેમની જે છાપ પડી છે તેની વાત કરીશ.
તેઓ સાહિત્યકાર, શિક્ષણકાર, વિવેચક, પત્રકાર વગેરે તો છે જ પણ મારે માટે તો તેઓ એક સાચા માનવ' છે. માનવતાનું રક્ત એમની નસેનસમાં વહે છે અને મારે મન આ જ મહત્ત્વની વાત છે. શોષિતો, પીડિતોને જોઈ તેમનું હૃદય દ્રવી જાય છે અને એક હાથને ખબર ન પડે તે રીતે બીજા હાથે જરૂરતમંદોને તેઓ સહાય કરે છે. આર્થિક સંકડામણને અભાવે વિદ્યાભ્યાસ છોડી દેવા તત્પર બનેલા કેટલાયે વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરી તેમનું ભાવિ ઉજ્જવળ બનાવ્યું છે. આર્થિક મુશ્કેલી વેઠતા કેટલાક સર્જકોનું સ્વમાન જળવાઈ રહે એ રીતે તેમને ત્યાં નિયમિત રીતે નક્કી કરેલી રકમ દર માસે નિયત તારીખે તેમના ટ્રસ્ટ તરફથી પહોંચી જાય છે. આર્થિક મુશ્કેલીને કારણે ગુણવત્તાયુક્ત પુસ્તકનું પ્રકાશન અટકી ન પડે તે માટે પણ તેમણે સહાય કરી છે. હું મારી જ વાત કરું:
હું અગાઉ જ્યારે આર્થિક સંકડામણ ભોગવતો હતો ત્યારે તેઓ જાતે કરી શકે તેવાં કામો 'પણ મને મદદ કરવાના હેતુથી સોંપતાં. અમદાવાદમાં જ્યારે પરદેશની ટીમ સાથે ટેસ્ટ મેચ રમાતી ત્યારે તેઓ ક્રિકેટ અંગેના ખાસ અંકો પ્રગટ કરતા અને તેનું પ્રકાશન-આયોજન, પ્રફરીડિંગ વગેરે મને સોંપતા અને તેના વ્યાજબી મહેનતાણા કરતાં, મારી ધારણા કરતાં વધુ મહેનતાણું આપતા. તેમના પુસ્તક “આનંદઘનનું પ્રફરીડિંગ તેઓ કરી શકે તેમ હતા છતાં કુમારપાળે એની પ્રથમ આવૃત્તિનું કામ મને સોંપ્યું હતું અને પ્રફવાચનના બજારભાવ કરતાં મને વધુ રકમ આપી હતી.
મારાં સંતાનોનાં લગ્ન વખતે મેં જણાવ્યું ન હતું છતાં મને જરૂર પડશે તેમ ધારી તથા હું મૂંઝાઉં નહીં તે માટે અગાઉથી અમુક રકમ મને મોકલી આપતા હતા. હું કહેતો કે બધી વ્યવસ્થા થઈ ગઈ છે મારે જરૂર નથી. જરૂર હશે તો તમને જરૂર કહીશ.’ તેમ છતાં મને એ રકમ આપતા એટલું જ નહિ, પ્રસંગ પૂરો થયા પછી એ રકમ હું પરત કરવા જતો ત્યારે તે લેવાની ના પાડતા; પણ હું જ્યારે કહેતો કે તમે આ રકમ પરત નહીં લો તો ભવિષ્યમાં મારાથી તમારી પાસે કોઈ રકમ લેવા અવાશે નહીં ત્યારે જ તેઓ તે સ્વીકારતા.
મારી પૌત્રી નાણાંના અભાવે ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ જઈ શકે તેમ નહોતી. મેં કુમારભાઈને કોઈ ટ્રસ્ટમાંથી મદદ કરવા જણાવ્યું ત્યારે તેમણે જરૂરી રકમની જોગવાઈ કરી આપી હતી. “નવચેતનાને અને કુસુમ પ્રકાશનના કાર્યમાં સદાય મદદરૂપ બની રહ્યા. મારી વિનંતીને માન આપી તેમનાં પાંચેક પુસ્તકો પુરસ્કાર લીધા વિના પ્રગટ કરવા મને આપ્યાં હતાં. એટલું જ નહીં, મારાં લખેલાં પુસ્તકો તેમના ટ્રસ્ટમાંથી ખરીદી મને પ્રોત્સાહન પણ આપતા.
348 માનવતાના મૂર્તિમંત પ્રતીક