________________
આજથી ચુંમાલીસ વર્ષ પહેલાંની વાત છે. સવારના નવેક વાગ્યાનો સમય છે.
નવચેતન'ના તંત્રી સદ્ગત ચાંપશીભાઈ ઉદ્દેશી નારાયણનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને નવચેતનામાં પ્રગટ કરવા આવેલ એક લેખને રીરાઇટ– પુનઃ લખી રહ્યા હતા. એ
વખતે સુઘડ અને સ્વચ્છ કપડાં પહેરેલો પંદરેક માનવતાના
વર્ષનો એક યુવાન હાથમાં થોડાક કાગળો લઈને
ચાંપશીભાઈ લખતા હતા તે રૂમની બહાર મૃતિમંત પ્રતીક ઊભો રહ્યો અને અત્યંત વિનયપૂર્વક પૂછવું.
“ચાંપશીકાકા ! હું અંદર આવું?”
ચાંપશીભાઈએ એ યુવાન તરફ જોયું અને પોતે લખી રહ્યા હતા તે કાગળો બાજુ પર મૂકી પ્રેમપૂર્વક કહ્યું : “આવ, આવ, દીકરા આવ અને અહીં બેસ.” આવનાર યુવકને તેમના ટેબલની સામે જ પડેલી ખુરશી ચીંધી અને બેસવા કહ્યું, એ યુવાન ખુરશી પર બેઠો. ચાંપશીભાઈએ કહ્યું, “ક્યાંથી
આવો છો ? બોલો, શું કામ છે?” મુકુન્દ પી. શાહ
એ યુવાને પોતાના હાથમાં રાખેલા કાગળો ચાંપશીભાઈને આપતાં કહ્યું, “મારું નામ કુમારપાળ. હું બાજુની સોસાયટી ચંદ્રનગરમાં રહું છું. રમતગમતનો મને ખૂબ શોખ છે. એ અંગે લખવાનું પણ મને ગમે છે. થોડુંઘણું મેં લખ્યું પણ છે. આપ જોઈ જજો અને યોગ્ય લાગે તો “નવચેતનમાં પ્રગટ કરજો. હું બે દિવસ પછી આવીશ.” આટલું કહી એ યુવાન ચાલ્યો ગયો. તેણે પોતે જયભિખ્ખના પુત્ર હોવાની વાત કહી નહોતી.
346