________________
ઊજવી રહ્યા હતા. અમદાવાદના પ્રતિષ્ઠિત નાગરિકો બની ચૂકેલો એ વિદ્યાર્થી સમુદાય આ રીતે પોતાના પ્રિય સદ્ગત ગુરુને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો ત્યારે વળી ફરી ઇંટ અને ઇમારતની કૉલમમાં વજુભાઈ દવેની છબીને મૂર્તિમંત કરી શ્રી કુમારપાળભાઈએ અમને અહોભાવમાં લપેટી
લીધા.
પછી તો એક લાંબા અંતરાલના સીમાડે વડીલોને પ્રવૃત્તિ પૂરી પાડતા “આનંદ કેન્દ્રનું સંચાલન મેં સંભાળ્યું અને આ વડીલવંદને શ્રી કુમારપાળભાઈની વાણીનો ગુંજારવ સાંભળવા મળ્યો. વક્તાનો પોતાની પસંદગીનો જ વિષય હતો “પ્રાણથી પ્રયાણ સુધી'. જીવનની સાર્થકતા માટેના ચૂંટેલા પ્રસંગોના તાણાવાણા વણી લેતાં જે અસ્મલિત વાગુધારાને આ સભ્યોએ સાંભળી તેથી સૌ પોતાને ધન્ય માને એ ઘડી આવી ગઈ! “વાહ! શું ભાષા છે?! વિષયની રજૂઆતની સહજતા સાથે વણાયેલી સમૃદ્ધ ભાષા વાંચી છે, પણ સાંભળી તો આજે જ !” આવો નિખાલસ એકરાર સભ્યોના મુખેથી મેં સાંભળ્યો. તેનું સઘળું શ્રેય શ્રી કુમારપાળભાઈની ઝોળીમાં. વડીલોની માનસિક ક્ષમતા અને પરિસ્થિતિને અનુરૂપ છતાં પ્રેરક અને પોષક આ વક્તવ્ય-નજરાણું સાચે જ સૌએ માણ્યું!
આનંદ કેન્દ્રના આંગણે, એક યુવાનારીને તેના સેવાકાર્યના સહાયક થવાનો અવસર હતો. કુ. નિકેતા ઘીયા, કિડનીના દર્દીઓને આર્થિક સહાય પૂરી પાડવાનું જીવનલક્ષ્ય બાંધીને પ્રવૃત્ત છે ત્યારે તેમાં કોડિયામાં થોડું તેલ પૂરવાની ભાવના આ વડીલોએ સેવી. આવા ઉમદા કાર્ય માટે આયોજિત સમારોહના આશીર્વચન પણ યોગ્ય પ્રતિભા દ્વારા અપાય એની શોધમાં અમે હતાં. મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વની એ શોધમાં નજર ઠરી શ્રી કુમારપાળભાઈ ઉપર અને તેમની ઉપસ્થિતિ તથા આશીર્વચનની ભેટથી અમારા કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા.
સમાજ અને સરસ્વતીની સેવાના યોગી, નવી પેઢીના રાહબર, ધાર્મિક ભાવનાઓને સંકોરતા અને દેશવિદેશમાં ધર્મ-સંસ્કાર-ભાવના લહેરાવતા, ભારતવર્ષ અને મા ગુર્જરીના સપૂત - બહુમુખી પ્રતિભાના સ્વામી એક આદર્શ વિશ્વમાનવ બની રહે એ શુભેચ્છા.
345 આશા ઉપેન્દ્ર રાવલ