________________
સતત ખેવના કરતાં કરતાં સર્જનશીલતાના આકાશને આંબે છે. નવલિકા, વિવેચન, ઇતિહાસ તથા દંતકથાના તત્ત્વને ગાળીને પ્રેરક ચરિત્રોનો રસાળ ફાલ લઈને આવે છે. આનંદઘનજી વિશેના મહાનિબંધમાં એમની શુદ્ધ ઇતિહાસ-દૃષ્ટિ ગોચર થાય છે.
કુમારપાળનું વ્યક્તિત્વ બહુ-પરિમાણી છે. આદર્શની ભૂમિકાએ રહેવા છતાં વ્યવહારદક્ષ અને પ્રેમાળ પણ એટલા જ. મારા એક અન્ય મિત્ર. તદ્દન નિર્ભય. તળપદી ભાષામાં કહીએ તો ‘કોઈની સાડાબારી રાખે નહીં'. ભલભલા ચમરબંધીને ભરી સભામાં મોઢામોઢ ચોડી દે એવી એની તાસીર. એક વખત ભાઈ કુમારપાળની ઉપસ્થિતિમાં એણે કહ્યું : “પાંચમની છઠ્ઠ થવાની નથી.” ચર્ચા લાંબી ચાલત, પણ ભાઈ કુમારપાળે લાગલું જ કહ્યું : “પાંચમની છઠ્ઠ થવાની નથી તે સાચું, પણ પાંચમની ચોથ ન થાય તે તો જોવું.”
:
338
સૌંદર્યના શાંત સાગરે, વરસ્યું સ્વાતિ-બિંદુ