________________
બઢો માઘુર્ય
એનું સર્વદા
ગુજરાત કૉલેજનો મારો સાથી કુમાર, સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ, સદાબહાર હસતો બાલસહજ ચહેરો, સરળ સ્વભાવ અને જ્યારે મળે ત્યારે “કેમ છો બાપુ ?” “મજામાં ?” જેવાં પ્રશ્નાર્થવાક્યો એના મોંમાંથી ફૂલડાની જેમ ખરતાં હોય અને નેણ આપણને વધાવતાં હોય ! “ભાર વિનાનું ભણતરનો નારો ચાલે છે પણ ચરિતાર્થ કેટલું થયું એનો મને અહેસાસ નથી, પણ “ભાર વિનાનું પદ"નો અહેસાસ ડો. કુમારપાળના સરળ વ્યક્તિત્વથી મને થયો છે. અનેક સંસ્થાઓમાં દૂધશર્કરા ન્યાયે ભળી જઈ વિશ્વકોશ, સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત યુનિવર્સિટી, અનેક જૈન સંસ્થાઓ) પોતાના અહમૂને ઓગાળી નાખી એક નરવો – ગરવો – હળવો કુમારપાળ મને હંમેશા દેખાય છે, મેં એને કદી ગુસ્સે થતાં જોયો નથી. અજાતશત્રુ છે. (સમવયસ્ક નથી પણ સહપાઠી તરીકે મીઠો તુંકાર કરું છું)
ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને ભાષાભવનના અધ્યક્ષ તરીકે સેવા આપતા ડૉ. કુમારપાળ દેસાઈના સફળ માર્ગદર્શન નીચે ૧૫ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે; એ એમની વિદ્યાપ્રીતિનું જીવંત ઉદાહરણ છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી અભ્યાસ સમિતિના અધ્યક્ષ, એકેડેમિક કાઉન્સિલના સભ્ય ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે.
વાડીલાલ એ. પટેલ
341