________________
કાર્યસભર દીર્ઘ કારકિર્દીથી ‘પદ્મશ્રી’થી વિભૂષિત કુમારપાળભાઈના યાત્રાપથની એક મજલ લગભગ પૂરી થવામાં છે ત્યારે ખૂંદેલી જીવનયાત્રાની કેડી પર આપબળે અને આપસૂઝે આગળ વધવાની એમની તમન્ના છે. તેમના જમા પાસામાં સિદ્ધિઓની પરંપરા છે. ક્યાંય જિંદગીમાં ખોટનો સોદો કર્યો જ નથી અને સંતૃપ્તિ અનુભવાય એવા પ્રત્યેક પગલે સાવધાનીપૂર્વકનું નવું પ્રયાણ' એવો જીવનમંત્ર હોય તેમ બસ – ચાલવું જ ચાલવું’
પુણ્યોયી પળોમાં – ધ્યેયને, પરમ પુરુષાર્થને અને પરમાર્થને દૃષ્ટિમાં
રાખી એક એક મંઝિલ જાણે સિદ્ધ કરતા જવું એવી માનસિક ક્ષમતા અને સામર્થ્ય એમના પોઝિટિવ’ દૃષ્ટિકોણમાં જોવા મળે છે. જાણે કે વેદનાનાં રોદણાં રડવાનું એમને ગમતું નથી, તેથી જ પ્રત્યેક વ્યક્તિ આ પ્રશાંત–પરિપક્વ વ્યક્તિત્વના પરિચયમાં આવે છે ત્યારે એમની વાણીમાંથી કાંઈક માર્ગદર્શન મેળવીને જ જાય છે. માત્ર સાહિત્યકાર તરીકેની જ નહિ, પરંતુ માનવતાપ્રેમી અહિંસામાર્ગની તેમની સાધના અપૂર્વ છે, જે ખરેખર સત્યના પ્રયોગ જેવી જીવનયાત્રા છે, જેનું પ્રત્યેક પગલું એક ચોક્કસ ધ્યેય અને માનવમૂલ્યલક્ષી નિષ્ઠાનું પ્રતીક છે, એક જબરદસ્ત આત્મતત્ત્વને ઢંઢોળવાની એમની ક્રાંતિયાત્રા છે.
દિનેશભાઈ શાહ સન્મિત્ર
જીવનની વસંતથી મહેંકતા એક મૂલ્યનિષ્ઠ મહામના માનવીની અને આદર્શોન્મુખી કલમથી તરોતાજા રાખતી માનવતાના કલમ-કસબીની
332