________________
“ભલે ત્યારે. હાશ... આ તો એમ કે મારો ફેરો એળે ન જાય હું એ ધનાઢ્ય દેખાતાં, પ્રભાવશાળી સવારીને જોઈ રહી. વૃદ્ધાવસ્થામાં આવી મુગ્ધતા !
મેં વિચાર્યું. ક્ષણાર્ધ બાદ મારામાં રહેલ યુનિવર્સિટી શિક્ષક તર્ક આપ્યો– તેઓને ક્યાં ખબર હતી કે હું તેમને મળવાની હતી. ધક્કો શાનો?
મનમાં ચાલતાં તર્કને શિક્ષકની જીભ સાથ ન આપે? એવું બને કદી ?
જીભે ટાપશી પૂરી, “આવું કેમ બોલો છો?” આ વખતે કદાચ ન બને તો આવતા વખતે ફરી આવો ત્યારે મળી લેજો. હું જરૂર મેળવી આપીશ. એમાં ફેરો પડ્યા જેવું શું છે?
સન્નારી મને તાકી રહ્યાંસહેજ ધીમેથી તેઓ ગણગણ્યાં. “બહેન, હું અમદાવાદના ફેરાની વાત નથી કરતી. હું તો જીવનના ફેરાની વાત કરું છું.”
જેમને ન મળ્યાથી જૈન સમાજના એક વૃદ્ધ સન્નારીને જીવનનો ફેરો એળે ગયો તેમ લાગે તેવી વ્યક્તિ મારા પાડોશના રૂમમાં હતી અને હું એને ઓળખી જ ન શકી ?”
સાવ નજીકના સ્નેહી મિત્રોની પિછાણ કરાવવા શું બહારના લોકોની મદદ લેવાની?
મારી એ વિમાનયાત્રા મારા માટે એક સીમાચિહ્નરૂપ બની ગઈ. ત્યારબાદ મેં મારા મિત્ર, ભાષાભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન એવા કુમારપાળભાઈને જોવા માટે મારાં સહયાત્રી બહેનની નજર કેળવી... અને હું જોઈ શકી એવું ઘણું બધું જે પહેલાં મેં જોયું નહોતું.
ધર્મ, જ્ઞાન અને કરુણાતાનું એક અદ્ભુત સંયોજન અને કુમારભાઈમાં જોવા મળ્યું. કરુણાની આંગળીએ વિનમ્રતા, સદ્ભાવી લાગણી ઇત્યાદિ ગુણો તો ખરા જ. પણ ઘણી વાર જ્ઞાનની આંગળી પકડીને આવતો ઘમંડ જરા પણ નહીં. વળી આ ઉપરાંત ઉત્તમ વ્યવસ્થાશક્તિ પણ અદ્ભુત.
પદ્મશ્રી અને અન્ય ઘણાં સન્માનો અને એવોર્ડોથી નવાજાયેલ કુમારભાઈનું મોટામાં મોટું સન્માન એમના અજાણ્યા પ્રશંસકના ફેરાની સફળતાએ કર્યું. આ બહેન જેવાં તો કંઈ કેટલાંય હશે. મને તો આનંદ એ વાતનો છે કે એ બહેન થકી હું કુમારભાઈના સાચા સ્વરૂપને ઓળખી શકી.
330 નવી દષ્ટિના ઉઘાડનો ઉજાસ