________________
તેઓ દીવાન બલ્લુભાઈ શાળાના વિદ્યાર્થી હતા તેનું ગૌરવ અમે સૌ દીવાન બલ્લુભાઈના શિક્ષકો અનુભવીએ છીએ. અમારી કામગીરીમાં આવાં શ્રેષ્ઠ વિદ્યાર્થીરત્નો અમને જાણ્યે-અજાણ્ય શિક્ષકધર્મ, સામાજિક જવાબદારી, સચ્ચાઈ અને સહૃદયતાનો સંદેશો આપે છે જ. એમનું અંગત જીવન અને ઉષ્માભર્યું ચિંતન-વર્તન અમને સો શિક્ષકોને પ્રેરણાદાયી દિશાસૂઝ આપે છે, જે અમારે માટે વિકસતી વિદ્યાર્થી પ્રતિભાને કેવી રીતે હૂંફ આપી ઉત્તમ સ્વરૂપે કંડારી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડે છે. માતા-પિતા પછી શિક્ષક અને સ્વજનો સૌનો સરવાળો એ આવી શ્રેષ્ઠતમ પ્રતિભાશાળી વ્યક્તિઓને સર્જાવી શકે એમ મને લાગે છે. અમારા માટે આ જીવન આંતરખોજ સ્વરૂપ બની જાય છે.
મારાં માતુશ્રીને કુમારપાળભાઈ મોટીબા' કહે. તેમના સ્મરણાર્થે અંતરાયકર્મની પૂજામાં તેઓ આવ્યા હતા અને ખૂબ લાગણીસભર અંજલિ આપી હતી. મારાં માતુશ્રી કુમારપાળ આવ્યા છે એવું જાણે કે તરત જ ઇલેક્ટ્રિક લાઇટમાં સૌથી મોટો ગોળો વધુ પ્રકાશ આપે – એમ મારી બા” એમનું સ્વાગત કરવા થનગની ઊઠે. બા સાથે હળવા શબ્દોમાં મજાક કરે અને “બાના જીવનમાં ધન્ય પળોમાં ઉમેરો થઈ જાય. એ અંગત લાગણી હું ક્યારેય પણ ભૂલી શકું તેમ નથી. સારા-માઠા પ્રસંગે પોતાના ખૂબ જ પ્રવૃત્તિમય સમયમાંથી પણ સમય કાઢી મારા કુટુંબીજનો પ્રત્યે ખૂબ જ ઉષ્માભર્યો સંબંધ રાખે છે. એ આભારની લાગણી વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી.
આ આત્મતેજ ઝબકતો “બાદશાહ' કોઈક વાર પોતાના વર્તમાન બીરબલને પૂછી લે છે. અને વહી જતા સમયના પડકારો અને આવતા સમયની એંધાણીનું જાણે અંગુલિનિર્દેશથી પૂછીને જણાવે છે કે “જાગતા રે'જો' – સમય કપરો છે પણ ધર્મ અને સ્વદેશભક્તિથી એનો ઉકેલ લાવી શકાય તેમ છે. માત્ર વિચાર તો કરો એ સૂચન સૌને કંઈક આર્ષવાણીમાં એ કહેતા હોય તેવું હું અનુભવું છું. ભારતની ચારિત્રિક ઇમારતની એક એક ઈંટનું મહત્ત્વ છે. મૂલ્ય છે અને માર્મિક જવાબ આપણને વિચારતા કરી મૂકે છે, જાગ્રત બનાવતા જાય છે અને દિશા-સૂઝ આપવાનું કાર્ય કુમારપાળભાઈ કરી રહ્યા છે.
- કુમારપાળભાઈ – ડૉ. કુમારપાળ કે પદ્મશ્રી કુમારપાળ બન્યા તેમનાં પુરુષાર્થ અને અભ્યાસમયતાથી. પરંતુ ખરેખર આ તપ પાછળ તેઓશ્રીના પરિવારનાં સભ્યો અને સ્નેહીઓની શુભેચ્છા પણ કારગત બળ આપી શકી છે. ખાસ કરીને ગૃહમાધુર્યથી ચાલતા ગૃહસ્થાશ્રમની ઓથ એમનું પ્રેરકબળ રહ્યું છે. સિદ્ધિના સાક્ષીરૂપ પ્રતિમાએ સાચા અર્થમાં સહધર્મચારિણી અને કાર્યેષ મંત્રીની ઉપાસનારૂપ ફરજ નિભાવી છે. ગૃહસ્થાશ્રમના પ્રત્યેક પાસાને આવરી લેતું કુમારપાળભાઈનું સ્નેહસભર વ્યક્તિત્વ ઓર ખીલી ઊઠ્યું છે. પ્રેમાળ પિતા, સંવેદનશીલ પતિ,
_335 દિનેશભાઈ શાહ “સન્મિત્ર'