________________
ઘડતર અને ચણતર – એક પછી એક ઈંટ મૂકીને ક્રમશઃ વિકાસ કર્યો. પરમસખા જેવા પૂ. પિતાજીના નિર્જીવ દેહ સામે – અગરબત્તીના જેવું જીવન જીવવું' – એવો વિદાયસંદેશ સાંભળનાર સુપુત્ર કુમારપાળ લખે પણ છે કે વિદાયસંદેશ બન્યો જીવનસંદેશ'.... એવી વ્યક્તિ પણ અગરબત્તીની જેમ જાતને કષ્ટ વેઠીને પણ સુગંધી – સુગંધીવાળું સેવાભાવી જીવન જ જીવેને. કોઈ જિજ્ઞાસુના પ્રશ્નના જવાબમાં કુમારપાળભાઈએ એવી હૃદયભાવના વ્યક્ત કરેલી કે પ્રભુને મારી પ્રાર્થના રહી છે કે અવસાન બાદ પુનઃ જન્મમાં પણ ‘સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું. આધ્યાત્મિક જીવન જીવી શકું; ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું.’ આમ પિતાજીના અગરબત્તી જેવા સુગંધી સમાજની સેવામાં માત્ર આ જીવન જ નહિ પણ ભવોભવ તેવા જ પરોપકારી જીવનની કુમારપાળભાઈ ઝંખના કરે છે. સાચે જ પરોવારાય સંતા વિદ્યુતય: – તે જ આ.
–
મોટા’ અને મહાન માણસમાં એક તફાવત હોય છે. સન્માન, પદ, સત્તા મળી જતાં મોટાને અભિમાન સ્પર્શી જાય છે. આવા લોકોને માટે અધૂરો ઘડો છલકાય – એ કહેવત છે. જોકે ‘મહાન’ને અભિમાન સ્પર્શી શકતું નથી. એ રીતે કુમારપાળનું ઊંડું, સર્વાંગી ઘડતર હોઈ, તેમની ‘મહાન’ પ્રતિભાને અભિમાન સ્પર્શી શકતું નથી. બીજી રીતે કહીએ તો ‘આકાશની ઓળખ’માં જ દૃષ્ટિ લગાવી રહેલા શ્રી કુમારપાળ જેવા પોતાને પોતે તો ‘મહાન’ કઈ રીતે સમજે – અને તેથી તેમને તેનું અભિમાન પણ કેવી રીતે સ્પર્શે ? મહાન ફિલસૂફ એમર્સન કહેતા કે બીજાની સામે કામ પાડતી વખતે હું હંમેશાં યાદ રાખું છું કે “એ વ્યક્તિ કોઈ એક બાબતમાં તો મારા કરતાં વિશેષ ચડિયાતી છે.’ શ્રી કુમારપાળના વર્તનનો તરીકો – એંગલ – પણ આવો જ છે, તેથી તેમને મિથ્યાભિમાન સ્પર્શી શકતું નથી. અને તેમનો ‘અહં’ કે ‘મોટાઈ’ સામેનાને વાગતાં નથી. ઊલટું સામેનામાં પોતા માટે સ્નેહ-આદરભાવ જન્માવે છે.
કુમારપાળભાઈના ખીલેલા આ જીવનઉદ્યાન કે જીવનયજ્ઞમાં એમનાં જીવનસાથી બહેન શ્રી પ્રતિમાબહેનનો મૂક ફાળો છે, એની નોંધ લીધા સિવાય આ લાંબું લેખન પણ અધૂરું જ ગણાય.
ભારત સરકારના ચોપડે આજે શ્રી કુમારપાળભાઈ ‘પદ્મશ્રી’ હોય એ ભારે મોટી ગૌરવભરી ઘટના છે, પરંતુ દીર્ઘદ્રષ્ટાઓની નજર તો જુએ છે કે શ્રી કુમારપાળભાઈ આવતી કાલના ‘ભારતરત્ન’ છે.
એવા શ્રી ડૉ. કુમારપાળ દેસાઈને, આજના શુભ પ્રસંગે દીર્ઘ નિરામય જીવનની શુભેચ્છા સહ – ‘સર્વમાંગલ્ય’ની આપણા સહુની શુભેચ્છા.
314
જીવનની ઈંટ અને ઇમારતના સર્જક