________________
જીવન જીવવાની શક્તિ તેમનામાં વિકસતી રહી છે. એમના આ વિશિષ્ટ વ્યક્તિત્વને કારણે જ તેઓને પદ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો તે માટે હૃદયથી અભિનંદન પાઠવું છું.
એમની કર્મઠતાને હું જાણું છું. પોતાને જે અનિષ્ટ અને ખામીભર્યું જણાય એ અંગે સાફસાફ શબ્દોમાં અભિપ્રાય આપવો તેને તેઓ ફરજ માને છે, જે તેમણે હંમેશાં બજાવી છે, પરંતુ હેયામાં
ક્યારે પણ કટુતા જોવા ન મળે. સદાય હસતો ચહેરો, આંખમાં તેજભરી ચમક અને વાતાવરણને આત્મીયતાથી ભરી દેતું વ્યક્તિત્વ જોવા મળે છે. મૌલિક ચિંતન અને વણખૂટી સર્વજ્ઞતાથી સભર એવા કુમારપાળભાઈએ દિશાદર્શક પુસ્તકો લખ્યાં છે. તેઓ એક આદર્શ પત્રકાર સાબિત થયા છે. વાણી-વર્તન-વિચાર અને વ્યવહારથી શુદ્ધિ અને વિદ્યા-વિનય-વિકાસનો ત્રિવેણી સંગમ જેમનામાં થયો છે તેવા કુમારપાળભાઈ શ્રદ્ધા, ભક્તિ, યોગ, દિવ્ય સંપત્તિ અને દિવ્ય ઐશ્વર્યથી સુસંપન્ન બનશે.
321 મદનમોહન વૈષ્ણવ