________________
જ
અને કુમારપાળભાઈ એચ. કે. આર્ટ્સ કૉલેજમાં સહાધ્યાયીઓ હતા. આ કૉલેજના પૂર્વ આચાર્ય સ્વ. શ્રી યશવંત શુક્લને કારણે વિવિધ વિષયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનોપાસનાનું કાર્ય નિરંતર ચાલુ રહે તેવી ગોઠવણ થતી રહેતી. જેને કારણે અલગ અલગ વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-મિત્રો એકબીજાના પરિચયમાં આવતા. તેને કારણે કુમારપાળભાઈના નિકટના પરિચયમાં આવવાનો મને અવસર મળ્યો. કોઈ પણ અભ્યાસનિષ્ઠ વ્યક્તિ સાથે સત્સંગ થાય ત્યારે તેનામાં સ્થિત વિશિષ્ટ લક્ષણોનો પ્રભાવ અન્ય વ્યક્તિ પર પડ્યા વિના રહેતો નથી. અભ્યાસકાળનાં વર્ષોમાં જ તેમની લેખનપ્રવૃત્તિનો અને તેમની શિસ્ત, નમ્રતા, વિવેક, વિદ્યાપ્રીતિ અને નિરભિમાનીપણું આદિ ગુણોનો મને પરિચય થતો રહ્યો હતો. તેમાં વળી તેમનાં જીવનસાથી અ. સો. પ્રતિમાબહેન મારાં વિદ્યાર્થિની પણ ખરાં. તેમની પસંદગીમાં હું નિમિત્ત પણ બનેલો
અને મારી જાણકારી મુજબ ગૃહસ્થાશ્રમનાં તમામ મદનમોહન વૈષ્ણવ
કર્તવ્યો બજાવવામાં તેઓ સાચા અર્થમાં કલ્યાણપથનાં યાત્રી પુરવાર થયા છે. કુમારપાળે ક્ષમા, દયા, અહિંસા, સત્ય અને સરળતા ઇત્યાદિ ગૃહસ્થ જીવનના આદર્શો પાળ્યા છે. જાણે ઈશ્વરસાક્ષાત્કાર તેમના જીવનનું સૂત્ર બન્યું હોય તેમ લાગે.
હું તેમની કલમનો અનેક ચાહકો પૈકીનો એક છું. તેમની સર્વ કૉલમમાં ‘ઝાકળ બન્યું મોતી’ પ્રત્યે
319
મૌલિક ચિંતન અને વણખૂટી વિદ્યોપાસના