________________
મીઠો સુરીલો કંઠ ફોન ઉપર સાંભળવા મળ્યો – તેઓના ભત્રીજા ડૉ. આશિષ દેસાઈ માટે હૉસ્પિટલમાં માનદ્ સેવા આપવાની રજૂઆત માટે.
ત્યારથી સતત અમે એકબીજાના પરિચયમાં – અવારનવાર કોઈ સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ બાબતે રૂબરૂ મળવાનું થાય. મારું નામ, સરનામું અમેરિકાની “જના' સંસ્થાના મુખપત્ર “જેન ડાયજેસ્ટ'ની યાદીમાં જ સામેલ કરાવી અને અમેરિકાની “જેના"ની પ્રવૃત્તિઓથી વાકેફ કરાવતા આવ્યા છે.
સને ૧૯૯૯ના જૂનમાં અમારી હૉસ્પિટલમાં, હૉસ્પિટલની આજુબાજુના વિસ્તારના લોકો માટે “જ્ઞાનગંગા પુસ્તકાલય શરૂ કરવાનું અમે નક્કી કર્યું ત્યારે આ “સુશ્રી સુલોચનાબહેન ચંદુલાલ દલાલ તથા સ્વ. શ્રી સુવર્ણાબહેન ચંદુલાલ દલાલ જ્ઞાનગંગા પુસ્તકાલયનું ઉદ્ઘાટન તેઓશ્રીના વરદ્હસ્તે જ અમે કરાવેલું. ત્યારે એક અદ્ભુત ઘટના બની. સામાન્ય રીતે આપણે આંગણે આવા ઉદ્દઘાટનપ્રસંગે મુખ્ય મહેમાન કે અતિથિવિશેષ તરીકે પધારતાં માનવંતા મહાનુભાવોને આપણે ઋણ અદા કરવા મોમેન્ટો’ – સ્મૃતિચિહ આપીએ છીએ. પણ આ પ્રસંગે એવું બન્યું કે ડૉ. શ્રી કુમારપાળ દેસાઈએ જ્ઞાનગંગા પુસ્તકાલયનું ઉદ્દઘાટન તો કર્યું જ – મનનીય વક્તવ્ય પણ આપ્યું – સાથે સાથે ગુજરાતી વિશ્વકોશ'ના તે સમયે પ્રગટ થઈ ચૂકેલા ગ્રંથોનો સેટ હૉસ્પિટલના પુસ્તકાલયને પોતાના તરફથી ભેટ આપ્યો. કેવી ઉદાત્ત ભાવના અને સાહિત્ય પ્રત્યેની – શિક્ષણ અને જ્ઞાન પ્રત્યેની ઊંડી ખેવના અને આદર !
આવો જ બીજો એક બનાવ મારા જીવનમાં ખૂબ મહત્ત્વનો યાદગાર છે. મારા પિતાશ્રી ૧૯૯૮માં સ્વર્ગવાસ પામ્યા. તે પહેલાં તેઓ સાત-આઠ વર્ષથી પગની તકલીફને કારણે પથારીવશ રહ્યા અને વૉકરથી અથવા હીલચેરની મદદથી જ ફરી શકતા. તેઓને વાચનનો ખૂબ શોખ – તેમાંય જેન ધર્મના લેખો ખાસ ધ્યાનથી વાંચે. તેમને એક રઢ લાગેલી કે ડૉ. કુમારપાળ દેસાઈને રૂબરૂ મળવું છે અને જૈન ધર્મ વિશે થોડી વાતો – ચર્ચા કરવી છે. મને ખ્યાલ કે ડૉ. કુમારપાળભાઈ અતિ વ્યસ્ત અને સમયના પાબંદ છે. વળી મારા પિતાશ્રી પથારીવશ એટલે તથા વાતો કરનાર મળે તો છોડે નહિ એવી માનસિક સ્થિતિમાં હતા. તેથી મને ડર કે ડૉ. કુમારપાળભાઈ દેસાઈને મારા પિતાશ્રી વાતોના વળગણમાંથી મુક્ત જ ના કરે તો ? સમયનું શું?
મેં સંકોચ સાથે ડૉ. કુમારપાળભાઈને વાત કરી કે મારા ઘરે એક વાર મારા પિતાશ્રી પાસે આવો. તેઓએ ખૂબ જ સહજ—સરળ રીતે વાત સ્વીકારી અને એક સવારે મારે ત્યાં આવ્યા. મેં મારા પિતાશ્રીને ખાસ કહેલું કે દશ મિનિટથી વધુ સમય તેમની પાસે નથી, પરંતુ ખૂબ જ સ્વસ્થતાથી ખાસ્સો લાંબો સમય પિતાશ્રી પાસે કુમારપાળભાઈ બેઠા અને બેઠા એટલું જ નહિ પણ તેમણે જૈન ધર્મ વિશેના પિતાશ્રીના સંશયો, પ્રશ્નો વગેરેના જવાબો સંતોષકારક રીતે આપ્યા.
327
નવનીત ઠાકરશી