________________
યુનિવર્સિટીના આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકે અનેક નવા નવા અભ્યાસક્રમોનું આયોજન કરે છે અને વિશ્વભારતી યુનિવર્સિટી, લાડનૂમાં જૈનદર્શનના પીએચ.ડી. ગાઇડ છે.
આટલા કાર્યભાર સાથે એમનું સાહિત્યસર્જન એકધારું ચાલે છે અને એ સર્જન કેવું વૈવિધ્યપૂર્ણ છે ! વાર્તાસંગ્રહો, વિવેચનસંગ્રહો, જૈન ધર્મનાં રહસ્યો ઉજાગર કરતાં ચિંતનાત્મક પુસ્તકો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પરના સંશોધનાત્મક લેખો.
ભગવાન મહાવીરસ્વામી અને શ્રીમદ્ રાજચંદ્રના અભ્યાસથી જીવન અને જગતને જોવાની નવી દ્રષ્ટિ એમને મળી. મહાવીરસ્વામી એક કુમાર તરીકે પોતાના કુટુંબમાં કેવી રીતે રહેતા હતા તેની વાત તેમણે લોકોને કહેવા માંડી. આદર્શ કુટુંબજીવન કેવું હોય એનો ખ્યાલ તેઓ આપવા માંડ્યા. તેમનો ધર્મ તરફનો અભિગમ સાવ જુદો છે. તેઓ શુષ્ક તત્ત્વજ્ઞાનમાં નથી
માનતા.
જૈન ધર્મ એ જીવનશૈલી છે. ધર્મ જીવનમાં વણાઈ જવો જોઈએ. ભગવાન મહાવીર ઊભા રહીને ધ્યાન કરતા, ખુલ્લી આંખે ધ્યાન કરતા, ફરતાં ફરતાં ધ્યાન કરતા એ વાતનું હાર્દ તેઓ લોકોને સમજાવે છે. સ્વસ્થ તંદુરસ્ત નિરોગી જીવન જીવવા માટે શાકાહાર ઉત્તમ છે એમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેઓ સમજાવે છે. એમનું પુસ્તક Stories From Jainism ૫૨દેશમાં ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના તેઓ કો-ઑર્ડિનેટ૨ છે. દુનિયાના દેશોમાં જૈન ધર્મને સ્થાન અપાવવામાં તેઓ સફળ થયા છે. પાંચે ખંડના જૈન પ્રતિનિધિઓ ઇંગ્લૅન્ડના બકિંગહામ પૅલેસમાં પ્રિન્સ ફિલિપને મળ્યા અને જૈન ધર્મમાં પર્યાવરણ વિશે માહિતી આપી. માત્ર વીસ મિનિટ માટે અપાયેલી એ મુલાકાત એક કલાક ને વીસ મિનિટ ચાલી. ત્યાંનાં અખબારોમાં અને બીજાં પ્રસારણ-માધ્યમોમાં એની નોંધ લેવાઈ.
કુમારપાળભાઈ નિર્ભીકતાથી કહે છે : જૈન સમાજ વાસ્તવિક પરિસ્થિતિ અને એના ઇતિહાસથી દૂર છે, અહિંસાના નામે એ ભીરુ થઈ ગયો છે. ક્યારેક એ ધનનો અપવ્યય કરે છે.’ વિદેશોમાં તેઓ જ્યાં પ્રવચન કરવા જાય છે ત્યાં લાઇબ્રેરી થાય છે. સંશોધન અને અધ્યયન માટે સ્કૉલર્સ ફંડ થાય છે. સમાજને ઉપયોગી પ્રૉજેક્ટો થાય છે.
તેઓ માત્ર જૈન ધર્મ પર જ નહિ, પણ ભૂંડકોપનિષદ, રામાયણ અને ગીતા પર પણ પ્રવચનો આપે છે. તેઓ એમની વાતોમાં તત્ત્વજ્ઞાન એવી રીતે મૂકે છે કે માણસનાં હૃદય-મનને સ્પર્શે, બુદ્ધિને પહોંચે અને જીવનમાં ઊતરે, જીવનને શ્રેષ્ઠતાના માર્ગે વાળે.
આજથી સો વરસ પહેલાં આફ્રિકા ગયેલા અને ત્યાંના આદિવાસી જીવન જીવતા આફ્રિકન લોકો ઉદ્યોગ કરે એ માટે પ્રયાસ કરનાર એક માનવતાપ્રેમી નરવીર શ્રી પ્રેમચંદ વ્રજપાળની
317
અવંતિકા ગુણવંત