________________
જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ.
બાળપણથી મને શિષ્ટ, સત્ત્વશીલ અને જીવનલક્ષી સાહિત્ય માટે વિશેષ રુચિ એટલે ડૉ. કુમારપાળભાઈનાં પુસ્તકો અને અન્ય લખાણો રસથી વાંચતી. સાથે સાથે એમની અનેકવિધ પ્રવૃત્તિઓ, એમની સફળતા અને સિદ્ધિ વિશે પણ અવારનવાર વાંચતી. | મારા ઘરની સામે જ વિખ્યાત જૈન ઉપાશ્રય છે ત્યાં કોઈ પણ જેને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, કોઈ વિદ્વત્તાભરી ગોષ્ઠિ હોય કે માત્ર પંડિતોની મિટિંગ હોય કુમારપાળભાઈ કાયમ ત્યાં આદરભર્યું સ્થાન શોભાવતા હોય.
જન્મભૂમિ–પ્રવાસી'ની મારી કટાર વાસ્તવની વાટે માટે એમના વિશે એક લેખ તૈયાર કરવાના નિમિત્તે એમને બે વાર મળવાનું થયું ત્યારે એમનો સૌજન્યશીલ, ઉત્સાહી, વિવેકી, સહકારભર્યો સ્વભાવ તથા એકસાથે અનેક કાર્યો સુપેરે સંપન્ન કરવાની એમની ચોકસાઈભરી કાર્યપદ્ધતિનો ખાસ પરિચય થયો. ધારીએ તો એમના વિશે એક પુસ્તિકા તૈયાર થાય એટલી માહિતી એમણે નિખાલસતા અને સાહજિકતાથી એકદમ થોડા સમયમાં આપી હતી.
કારકિર્દીના આરંભકાળથી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ કક્ષાના ગૌરવપ્રદ અનેક એવૉર્ડો એમને મળ્યા છે. બહુમાન થયાં છે પણ એનો ભાર એમનાં વાણી કે વર્તનમાં ક્યાંય વર્તાતો નથી.
૧૯૪રમાં જન્મેલા કુમારપાળભાઈને ૧૯૬૫માં આપણા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી
અવંતિકા ગુણવંતા
315