________________
વિશે લખેલા પુસ્તક “લાલ ગુલાબ માટે ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો. એ પુસ્તકની ૬૦ હજાર નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી. એ સમયથી કિશોરો અને યુવાનોનાં દિલદિમાગ પર ડો. કુમારપાળ દેસાઈ છવાઈ ગયા અને કુમારપાળભાઈએ પણ જાણે ગુજરાતને સંસ્કારસમૃદ્ધ કરવાનો નિર્ધાર કર્યો હોય એમ એક પછી એક સત્ત્વશાળી પુસ્તકો આપતા જ ગયા.
એમનું અપંગનાં ઓજસ' પુસ્તક એટલું જોમ અને જુસ્સાભર્યું હતું કે એમાંથી પ્રેરણા પામીને ત્રણ અંધ વ્યક્તિઓ પોતાના અંધત્વની પરવા કર્યા વિના ગિરનાર પહાડ ચડી આવ્યા. આ મૂલ્યવાન પુસ્તકની પ્રસ્તાવના પૂ. શ્રી મોટાએ અને આમુખ વિજય મર્ચન્ટે લખ્યાં છે.
દેશ, સમાજ કે માનવતા ખાતર પોતાના જીવનને હોડમાં મૂક્યું હોય કે આહુતિ આપી હોય એવા ધીર, વીર, ઉદાત્ત નરપુંગવોની વાતો કહેતાં સંખ્યાબંધ પુસ્તકો એમણે લખ્યાં છે. આ કથાઓમાં ક્યાંય કલ્પના કે અનુમાન નથી, હકીકતની ખાતરી કરવા જાતે સ્થળ પર ગયા છે અને સત્યનું સંશોધન કરીને જ લખ્યું છે. આ સાહિત્ય વાચકના હૃદયને સ્પર્શે છે, નિત પ્રેરણા આપે છે. કાયમ તાજગીસભર લાગે છે. આવું સાહિત્ય કદી જૂનું નથી થતું.
કુમારભાઈને શોર્ય અને ત્યાગની વાતોનું અજબ આકર્ષણ છે. અને કેમ ન હોય ? વીરોની ભૂમિ સૌરાષ્ટ્રનું રાણપુર એમનું જન્મસ્થળ છે. મેઘાણી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, દુલા કાગ જેવા ધરખમ સાહિત્યકારોનું શૈશવથી જ સાન્નિધ્ય સાંપડ્યું હતું.
અને લોકો આજેય જેમનાં પુસ્તકો સ્નેહ અને આદરપૂર્વક વાંચે છે એવા ખમીરવંતા સાહિત્યકાર જયભિખ્ખના તેઓ પુત્ર છે. પોતાનું લખાણ પિતાના નામના લીધે ન છપાય એવાં સ્વમાન અને ખુમારીના લીધે એમનું પ્રથમ લખાણ કુ. બા. દેસાઈના નામથી એમણે મોકલ્યું હતું. ૧૯૫૩માં એમના પિતાએ શરૂ કરેલી કૉલમો, પિતાના અવસાન પછી તંત્રીએ એમને લખવાનું કહ્યું. “ઈંટ અને ઇમારત', એ કૉલમ આજ દિન સુધી એમના હાથે સફળતાપૂર્વક લખાય છે.
એમના પિતાજીનો સંકલ્પ હતો કે પોતે પૈતૃક સંપત્તિ લેશે નહિ ને પોતાના સંતાનને સંપત્તિનો વારસો આપશે નહિ. કુમારપાળ કહે છે, પિતાજીએ ત્રણસો પુસ્તકો લખ્યાં છે. એમના અવસાન બાદ કોઈ પુસ્તકમાંથી પાંચ રૂપિયાની નોટ તો કોઈમાંથી દસ રૂપિયાની નોટ મળે. એમ કુલ સાડા ત્રણસો રૂપિયા મળ્યા છે.”
આવા સિદ્ધાંતનિષ્ઠ, નિર્ભીક પિતાનો આપને કેવો અનુભવ ?”
તેમનો એક જાતનો પ્રભાવ હતો, છતાં મારી સાથે કાયમ મિત્રવતું પ્રેમથી વર્તતા. અમે ખૂબ વાતો કરતા અત્યારે કુમારપાળભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે.
316. જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ