________________
શિકાગોની સર્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદને કોઈ ખાસ જાણે નહિ – જરાક જ બોલવાની છેલ્લે છૂટ મળેલી પણ તેમના અંતરના સ્વામીપણામાંથી નીકળેલા એક જ વાક્ય શ્રોતાઓને ખૂબ જ પ્રભાવિત કરી દીધેલા, તેમ શ્રી કુમારપાળમાં અંતરનું સત્ત્વ અહિંસાધર્મ અને વિશ્વશાંતિ માટેની અંતરની આરઝૂ – જીવંત હતી તેથી તેઓ ત્યાં “વર્ધમાન થતા રહી પ્રતિવર્ષ વિદેશમાં પ્રવચનો માટે આમંત્રિત બનતા રહ્યા.
(૨) બીજું કારણ વિદેશમાંની કામગીરીથી પ્રભાવિત થયેલા લોકોએ, તેમનું અનેક એવૉર્ડોથી સન્માન કરી, તેમના વફ્તત્વને અનુરૂપ તેમને મોટા ગજાના નેતાપદે મૂકી દીધા. એટલું જ નહિ પણ ત્યારથી દર વર્ષે તેમને ઇંગ્લેન્ડ, અમેરિકા, બેલ્જિયમ, પૂર્વ આફ્રિકા, સિંગાપોર, હોંગકોંગ વગેરે દેશોમાં પ્રવચનો માટે એટલાં બધાં નિમંત્રણો રહે છે કે ભારતમાં તેમના સ્નેહીઓએ એમ બોલવાની જરૂર રહે છે કે “કુમારપાળ હમણાં ભારતમાં છે!”
અનેક એવોર્ડ અને પારિતોષિકો મેળવી તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કો-ઓર્ડિનેટર તરીકે ઉત્તમ કામગીરી દ્વારા કુમારપાળભાઈએ જે સુયશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છે, તેમાં આવી જૈનદર્શનનાં પ્રવચનો માટે વિદેશ જવાની તક અને તેવા તેમનાં વ્યક્તિત્વને બરાબર આદર આપે તેવા તેમને મળેલા અનેક એવૉર્ડો, આવા બધા સુયોગ તો અન્ય વ્યક્તિને ફરી દુર્લભ જ ને... એ રીતે નિયતિએ પણ શ્રી કુમારપાળને સર્વોચ્ચ કહી શકાય તેવા મૂર્ધન્ય સ્થાને ગોઠવવામાં કૃપાકટાક્ષ કરેલ છે તેમ કહી શકાય.
सर्वे गुणा: काञ्चनम् आश्रयन्ते। એ સૂત્રના સત્યને લક્ષમાં લઈએ ત્યારે વિદ્વાન સર્વત્ર પૂજેતે ! એ ઉક્તિ ઝાંખી પડતી લાગે; મશ્કરી લાગે, પણ વિદ્વાન કુમારપાળને વ્યવહારજગતમાં પણ જે સન્માન મળી રહ્યું છે તે નજરમાં લઈએ તો વિદ્વાન સર્વત્ર પૂક્યતે – એ સૂત્ર ચરિતાર્થ થતું લાગે, સાચું લાગે.
મોટા' થવાની પણ બે રીતે છે : (૧) એક તો પોતાનું ઘડતર-ચણતર કરતા રહીને, આત્મવિકાસ કરતાં કરતાં મહાન થવું. આમાં પોતાની જાતનો વિકાસ કરવાનો હોય, પોતાની લીટી – લાઇન – મોટી બનાવતા જવાની હોય છે. પોતાના આત્મવિકાસની – ‘મોટા' થવાની આ સાચી રીત છે. (૨) બીજી રીત – એમાં પોતાની આત્મશુદ્ધિ, મહેનત કરી પ્રગતિ સાધવાને બદલે, પોતે મોટા દેખાવા, પોતાથી મોટા ગણાતા હોય તેની નિંદા દ્વારા તેઓ “મોટા નથી એમ પ્રચાર કરવો. સરળ ભાષામાં કહીએ તો પોતાની લીટી મોટી કરવાને બદલે સામાની લીટી નિંદા, કુથલી દ્વારા) થોડી કાપી નાખવી. એ રીતે પછી પોતાની લીટી મોટી દેખાય ! રાજકારણીઓની આ રીત છે. ચૂંટણીમાં પોતે વધુ યોગ્ય ઉમેદવાર છે એમ બતાવવા સામા પક્ષના ઉમેદવારની નિંદા દ્વારા તેની લીટી - લાઇન - કાપી નાખે છે.
ડૉ. કુમારપાળના જીવનમાં તેઓ મોટા–મહાન થયા તે પ્રથમની રીતે જ : જીવનમાં
313
મલ્કચંદ ૨. શાહ (કામદાર)