________________
કુમારપાળભાઈએ આજસુધીમાં જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે, સાથે સાથે અખબારોમાં અનેક કૉલમ ચલાવતા રહ્યા છે, ઉપરાંત યુનિવર્સિટીના વર્ગો લેવા, અનેક સંસ્થાઓની કામગીરી સંભાળવી, અનેક સ્થળોએ પ્રવચનો આપવા જવું વગેરે કેટલાંય કામો, દષ્ટિપૂર્વકની આયોજનકલા સિવાય, સુખાર્થીનો ભોગ આપ્યા સિવાય બની જ કેમ શકે – એ સ્પષ્ટ છે.
તાજેતરમાં જ પદ્મશ્રીનો ગૌરવભર્યો એવોર્ડ પ્રાપ્ત થવાથી, શ્રી કુમારપાળભાઈના જીવનકવનને જાણવા વાતાવરણમાં એક જિજ્ઞાસા જીવંત બનેલી છે ત્યારે એ પ્રશ્ન થાય કે એવાં કયાં વિશિષ્ટ તત્ત્વોએ કુમારપાળભાઈને આટલી બધી ઊંચાઈએ સ્થાપિત કરી દીધાં છે.
એક સિદ્ધહસ્ત લેખક – સાહિત્યકાર હોય, સાથે સાથે પોતે પ્રખર વક્તા હોય, વિચારના પ્રચાર માટે અખબારો હોય, પોતાની સર્જેલી સંસ્થાઓ–મંડળો હોય – આવી ઘણી બધી બાબતો ભેગી થઈને માનવીને મોટો' બનાવી, સમાજમાં વ્યાપક કીર્તિ મેળવી આપે છે. પોતાની લાયકાતથી કે પુરુષાર્થથી શ્રી કુમારપાળને જીવનમાં આવી બધી સુવિધાઓ તો મળી જ છે, પરંતુ તેમને દેશવિદેશમાં સર્વાગી અને નિત્ય વૃદ્ધિ પામે રહેલા મહાન યશની પ્રાપ્તિ થવામાં મારા મતે મુખ્ય બે તત્ત્વો–બાબતો – એ અગત્યનો ભાગ ભજવેલ છે.
(૧) એક તો કુમારપાળની વ્યાપક દૃષ્ટિ – વ્યાપક જીવનદર્શન. ધરતી પર રહીનેય, નિરંતર આકાશની ઓળખ માટેની જ તેમની તલપ રહી છે. વર્ગખંડમાં વ્યાખ્યાન આપતી વખતેય, અમદાવાદ, ગુજરાત, ભારતને લક્ષમાં રાખવાની સાથે તેમની નજર તેથીય દૂર ક્ષિતિજની પેલે પારના “સત્યને ધ્યાનમાં લેવાનું ચૂકતી નથી. ટૂંકમાં તેમના વક્તવ્યમાં વિશ્વ સાથેનો અનુબંધ હોય છે એટલે તેમની વાણી ન્યાત-જાત, પ્રદેશ-દેશનાં ખંડિત સત્યોને અતિક્રમીને, આગળની વિશ્વશાંતિની વાત કરે છે, એ રીતે કુમારપાળનું જૈનદર્શનનું જ્ઞાન વિશ્વદર્શનનું જ્ઞાન બની ગયું છે. જેનદર્શનનો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ. એ અહિંસા ભગવાન મહાવીર, શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી વગેરે દ્વારા પરામર્શ પામીને સર્વોદયની જનેતા રૂપે કુમારપાળભાઈ અંતરના ઊંડાણમાંથી, પોતાની પ્રખર વસ્તૃત્વશૈલીમાં પશ્ચિમના જગતની સામે રજૂ કરે છે. અણુબૉબથી થનારા સર્વનાશના ભયથી ધ્રૂજી રહેલા આ પશ્ચિમના જગતને માટે કુમારપાળભાઈની આ રજૂઆત બહુ પ્રસ્તુત અને તેથી અસરકારક બની જાય છે. આમ ધર્મના અને સંસ્કૃતિના વ્યાખ્યાન નિમિત્તે શ્રી કુમારપાળભાઈ વિશ્વશાંતિ – વિશ્વપ્રેમ – વાત્સલ્યનો હૃદયસ્પર્શી સંદેશો આપી શકે છે.
આમ વિદેશોમાં રહેલા ભારતના જેનોને જૈનદર્શનની વાત કરવાના નિમિત્તે ઈ. સ. ૧૯૮૪થી કુમારપાળના વિદેશ પ્રવાસ શરૂ થાય છે. ત્યારે કુમારપાળભાઈ એક કૉલેજમાં પ્રાધ્યાપક માત્ર હતા. વિદેશમાં વિશ્વનેતાના મુખે શોભે તેવી વિશ્વશાંતિની મોટી મોટી વાતો કરવાની તેમની શી હેસિયત? બહારથી ભલે નાના નેતાપદ વિનાના) પણ મસ્તક અને હૃદયમાં વિશ્વશાંતિ – અહિંસાનું જ્વલંત સ્વપ્ન – તેથી કુમારપાળ મોટી મોટી વાતો કરી શકતા. જેમ
312 જીવનની ઈંટ અને ઈમારતના સર્જક